________________
કર્મક કારણ રાગદ્વેષકા જ્ઞાનપૂર્વક પરિત્યાગ કર, સંસારી લોગોં કો વિષયકષાયોં સે વ્યામોહિત જાન કર, તથા વિષયાભિલાષરૂપ લોકસંજ્ઞાકા વમન કર મતિમાન મુનિ સંયમારાધનમેં તત્પર રહે, સંયમ ગ્રહણ કર
| પશ્ચાત્તાપ ન કરે. ઉદેશસમાસિ |
સાધુ કર્મોના બંધમાં મૂલ કારણ રાગ દ્વેષને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. “સમસ્ત સંસારી જીવ વિષય કષાયથી વ્યામોહિત થઈ રહેલ છે માટે તેવા વિષયેની વાંછાને સદા દૂર કરવી જોઈએ.” એ વિચાર કરી તેને સદા પરિહાર કરે અને મુનિપણાની મર્યાદાની રક્ષા કર વામાં તત્પર તે મતિમાન મુનિ સંયમની આરાધના કરવામાં સાવધાન રહે; કારણ કે સંયમની આરાધના વિના કર્મોનો નાશ થઈ શકતું નથી, માટે આઠ કર્મોનો નાશ કરવાના અભિપ્રાયથી સંયમની આરાધના કરે, સંયમને ગ્રહણ કરી પછી પશ્ચાત્તાપ ન કરે, અર્થાત્ સિંહવૃત્તિથી સંયમની આરાધના કરે પણ તેની આરાધનામાં શિયાળવૃત્તિને સ્થાન ન આપે. આ ઠેકાણે આ વિષયમાં ચતુર્ભાગી સમજવી જોઈએ. તે આ પ્રકારે—
(૧) સિંહવૃત્તિથી નિકળે, સિંહવૃત્તિથી પાળે. (૨) સિંહવૃત્તિથી નિકળે શગાલવૃત્તિથી પાળે. (૩) શગાલવૃત્તિથી નિકળે, સિંહવૃત્તિથી પાળે. (૪) ગાલવૃત્તિથી નિકળે, શગાલવૃત્તિથી પાળે.
તેમાં પહેલા અને ત્રીજો ભંગ ઉત્તમ છે. “ત્તિ ત્રવામિ” એનો અર્થ પહેલાં કહેવામાં આવેલ છે. ૧૩
ત્રીજા અધ્યયનને પ્રથમ ઉદેશ સમાપ્ત ૩-૧
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२०७