________________
પ્રવૃત્તિ કરે છે અગર અશુભ પ્રણિધાનવાળા થાય છે ત્યારે તેને કર્મરૂપ ઉપાધિ થાય છે, તેનાથી જીવ શરીરઉપાધિવાળા થાય છે. કર્મઉપાધિથી જ જીવને શરીર ઉપાધિ પ્રાપ્ત થાય છે. અશરીરીને કેઈ ઉપાધિ હોતી નથી. નારક આદિ શરીરની ઉપાધિથી જીવ નારક આદિ નામોથી વ્યવહત થાય છે. તે તે શરીરની ઉપાધિથી જીવ તે તે નામવાળા અગર તે તે પર્યાયવાળા બને છે. જેવી રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મના સદૂભાવથી સંસારી જીવમાં જ્યારે કોઈ મતિ શ્રત અને મન:પર્યવજ્ઞાની થાય છે. કેઈ મંદબુદ્ધિ હોય છે. કેઈ ચક્ષુદર્શનવાળા કેઈ અચક્ષુદર્શનવાળા, કેઈ સુખી કઈ દુઃખી, કેઈ મિથ્યાદષ્ટિ અને કેઈ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે તેમાં ‘આ મતિશ્રુતજ્ઞાની છે, આ મતિ-શ્રત-અવધિજ્ઞાની છે, આ મતિધૃત-અવધિમન:પર્યવજ્ઞાની છે, આ ચક્ષુદર્શની છે, આ અચક્ષુદર્શની છે, આ સુખી છે, આ દુઃખી છે, આ મિથ્યાદષ્ટિ છે, અને આ સમ્યગ્દષ્ટિ છે ઈત્યાદિ વ્યવહાર થાય છેસૂ૦ ૧૦ છે
ગ્યારહવેં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો / કર્મકો સંસારકા કારણ જાનકર કર્મને કારણ પ્રાણાતિપાતાદિ કા ત્યાગ કરે છે
જો આમ જ હોય તે મુનિએ શું કરવું જોઈએ? તે કહે છે–“ઈત્યાદિ.
જ્યારે એ નિશ્ચય થયે કે કર્મરૂપ ઉપાધિથી જ જેમાં નારકાદિ વ્યવહાર થાય છે તે મુનિનું કર્તવ્ય છે કે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અથવા તેના પ્રકૃતિબંધ,સ્થિતિબંધ આદિ બંધને સંસારનું કારણ જાણીને તે કર્મોનું મૂલ કારણ સાવદ્ય વ્યાપારને, અને રાગદ્વેષ મહને જાણીને પ્રાણાતિપાતાદિક જે કાર્ય છે તેને સર્વથા પરિત્યાગ કરે.
ભાવાર્થોમાં નારકાદિ વ્યવહાર કર્મકૃત છે, કર્મ સંસારનું કારણ છે. કર્મ જીની શુભાશુભરૂ૫ પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. અશુભાદિ કર્મોથી નારકાદિ વ્યવહાર થાય છે. અશુભાદિ કર્મોનું મૂળ કારણ હિંસાદિ પાપ, અથવા રાગદ્વેષ અને મોહ છે. માટે જ્ઞાની મુનિનું કર્તવ્ય છે કે તે તેના મૂળ કારણને સદા ત્યાગ કરે. કહ્યું છે––
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૦૫