________________
સુવું અને જાગવું એ બને વાતે ધર્મનું આરાધન કરવાની અપેક્ષાથી અહીં કહેવામાં આવેલ છે, જેથી દ્રવ્ય અને ભાવના ભેદથી સુવાવાળાની તથા જાગવાવાળાની વચમાં ધર્મનું આરાધન કેને થાય છે? અને કેને થતું નથી? આ વાતને ચાર ભંગોથી ભતાવે છે.
(૧) જે દ્રવ્યથી સુપ્ત છે પણ ભાવથી જાગૃત છે. (૨) જે ભાવથી સુપ્ત છે પણ દ્રવ્યથી જાગૃત છે. (૩) જે દ્રવ્યથી જાગૃત છે અને ભાવથી પણ જાગૃત છે. (૪) જે દ્રવ્યથી પણ સુસ છે અને ભાવથી પણ સુત છે.
આ ચાર ભંગને લઈને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જે દ્રવ્યથી તે સુમ છે પણ ભાવથી જાગૃત છે, એવા પ્રથમ ભંગવાળાને ધર્મનું આરાધન થાય છે, બીજા ભંગવાળાને નહિ, કારણ કે તે ભાવથી જ સુખ છે. દ્રવ્ય જાગરૂકતા ધર્મારાધનમાં કાર્યકારી નથી.
ત્રીજા ભંગવાળાને સુચારૂરૂપથી સમ્યજ્ઞાનાદિરૂપ ધર્મની આરાધના થાય છે, કારણ કે તે દ્રવ્યથી અને ભાવથી–બન્ને પ્રકારથી સદા જાગરૂક છે. મુનિએ સદા આ ત્રીજા ભંગવાળા બનવું જોઈએ. માટે ભગવાને કહ્યું છે કે
સુત્તા અમુળ સયા મુળિો જ્ઞાતિ” (સુતાઃ મુનઃ સા મુનયો જ્ઞાતિ ) ચોથા ભંગવાળાને ધર્મનું આરાધન સર્વથા છે જ નહિ, કારણ કે એ દ્રવ્ય અને ભાવ, એ બન્ને પ્રકારથી પણ સુતેલ છે, અર્થાત્ તેમાં મિથ્યાત્વના ઉદયની પ્રબળતા છે.
દ્રવ્યની અપેક્ષાથી સુણાવસ્થા નિદ્રાથી થાય છે તે નિદ્રા પાંચ પ્રકારની છે – (૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલાપ્રચલા, (૫) સ્થાનદ્ધિ.
તેમાં નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, અને ત્યાન, એ ત્રણ નિદ્રાઓ જીવને ઘણી દુઃખદાયી છે, આ ત્રણના ઉદયમાં ભવસિદ્ધિક (મુક્તિગામી) જીવ પણ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી. તેને બંધ મિથ્યાષ્ટિ નામના પ્રથમ ગુણ સ્થાનમાં, અને સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનમાં અનન્તાનુબંધી કષાયના બંધની સાથે જીવને થાય છે, અને ક્ષય નવમાં અનિવૃત્તિબાદરગુણસ્થાનના નવ ભાગમાંથી પ્રથમ ભાગના કાળના જ્યારે કેટલાક સંખ્યાત અંશ વ્યતીત થઈ જાય છે ત્યારે થાય છે.
નિદ્રા અને પ્રચલાને ઉદય સામાન્ય દર્શનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના બંધને અભાવ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનના સંખ્યામાં ભાગના અંતમાં થાય છે. ત્યારબાદ તેને નૂતન બંધને અભાવ થઈ જાય છે. તેનો ક્ષય પણ ક્ષીણમેહ નામના બારમાં ગુણસ્થાનના અંતિમ બે સમયના અવશિષ્ટ રહેવા પર થાય છે. એ બન્નેને ઉદય દશમા અને અગીયારમા ગુણસ્થાન સુધીના જીવનમાં પણ થાય છે, માટે નિદ્રાપ્રમાદની દુરસ્તતા છે, અર્થાત તેને અંત થે ઘણું કઠિન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯ ૩