________________
કર્મના ક્ષપશમથી તથા ક્ષયથી સમુત્પન્ન નિજ આત્મસ્વરૂપમાં આનંદિત રહે છે. કષાયેના ઉદ્રેકથી રહિત હોય છે. સમતારૂપી રસના કંદ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક હોય છે. નિશ્ચય અને વ્યવહારના પ્રચારક હોય છે. આશ્રવારોથી રહિત અને સંવેગાદિક લક્ષણોથી સહિત હોય છે. જે નયને
જ્યાં ઉપયોગ થાય છે, ત્યાં તે નયને ઉપયોગ કરવાવાળા હોય છે. અર્થાત્ જ્યાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાથી વસ્તુતત્વનો નિર્ણય થતું હોય ત્યાં પર્યાયાર્થિક નયની ગૌણતા કરી તે નથી તેના સ્વરૂપને નિર્ણય કરે છે. જ્યાં પર્યાયાર્થિક નયથી વસ્તુ સ્વરૂપને નિર્ણય થતું હોય ત્યાં તે નયથી બીજા–દ્રવ્યાદિક નયને ગૌણ કરી વસ્તુના સ્વરૂપને નિર્ણય કરે છે, પણ પિતાના આગ્રહથી કઈ પણ વસ્તુને એકાતરૂપથી નિર્ણય અગર પ્રતિપાદન કરતા નથી. આત્માની ઉપર અનાદિ કાળથી ચઢેલી કમરૂપી ધૂળને નાશ કરવાવાળાં હોય છે. મુખ ઉપર દેરાસહિત મુખવસ્ત્રિકા-મુહપત્તીના ધારક હોય છે. વીસ સ્થાનની સારી રીતે આરાધના કરનારા હોય છે. દેવ, અસુર તથા મનુષ્ય એમ ત્રણે દ્વારા કરવામાં આવેલાં ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરવાના સ્વભાવવાળા હોય છે. શાસ્ત્રોમાં જે જે આચાર વિચારોનું પાલન કરવાનું બતાવેલ છે તે તે આચાર વિચારોના પાળવાવાળાં હોય છે. પરમાર્થના જ્ઞાતા હોય છે. એવા એ ભાવમુનિ જ સદા જાગરૂક હોય છે, અર્થાત્ હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સકળ પરીષહાને જીતતાં સંયમના આરાધનમાં સદા દત્તાવધાન રહે છે.
જો કે તેઓ દર્શનાવરણીય કર્મના વિપાકના ઉદયથી સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે, આ અપેક્ષાથી એ દ્રવ્યથી સુપ્ત છે તે પણ દર્શનમોહનીયરૂપ મહાનિદ્રાના વિનાશથી ઉત્પન્ન સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના આરાધક હોવાથી સદા જાગરૂક જ રહે છે. જનકલ્પી મુનિ રાત્રિમાં એક પ્રહર સુવે છે, કારણ કે તેને આ પ્રકારને કહ્યું છે. સ્થવિરકલ્પી મુનિ ઉત્સર્ગથી બે પ્રહર સુવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૨