________________
આચારવિષયના પ્રશ્ન પૂછે છે તો તે વસ્તુતત્ત્વને વાસ્તવિક જ્ઞાતા ન હોવાથી તેના પ્રશ્નના ઉત્તર યથાર્થરૂપે આપી શકતા નથી. અગર જો કઇ પણ જવાબ આપે છે તે તે સ્વકપાલકલ્પિત જ આપે છે, જે માનવાને લેાક તૈયાર થતા નથી. આવા પ્રકારથી તે પેાતાની માન્યતામાં ડાઘ લાગવાના ભયથી અથવા પાલ ખુલ્લી થવાના ભયથી સદા દુઃખી બની રહે છે, અથવા જ્ઞાનકલાસંપન્ન હોય તે પણ યથાર્થ ચારિત્રથી તે શૂન્ય છે, તેથી જે વખતે મેાક્ષમાની પ્રરૂપણા કરે તે વખતે તે તેની યથાર્થ પ્રરૂપણા કરવામાં લજ્જિત અને છે, કારણ કે તે સમજે છે કે હું સ્વયં યથા ચારિત્રશાળી નથી, કદાચ હું વાસ્તવિક વસ્તુસ્થિતિના પરિચય લેાકેાને કરાવી આપીશ તે લેાકેાની દૃષ્ટિમાં મારી માન્યતા નીચી પડશે, લેાક ખેલવા માંડશે કે-મહારાજ ! જેવી આપ પ્રરૂપણા કરે છે. તેવા પ્રકારની ક્રિયા આપ કેમ પાળતા નથી ? આવા પ્રકારે પેાતાનુ' માન સન્માન જવાના ભયથી તે લેાકેાને અધારામાં જ રાખે છે, પરંતુ તેને સદા તે ભય લાગ્યું જ રહે છે કે કદાચ કાઈ યથાવક્તા આવીને વાસ્તવિક વસ્તુસ્થિતિનું પ્રતિપાદન ન કરી નાંખે.
આ લક્ષણ દુર્વસુ મુનિના છે, હવે સુવસુ મુનિના સંબંધનું વર્ણન કરે છેઃતે વસુ મુનિ છે જે વીતરાગ પ્રભુની આજ્ઞાના આરાધક છે. રત્નત્રય માર્ગનું પાલન કરવામાં સાવધાન છે. તે વસ્તુતત્વના વાસ્તવિક જ્ઞાતા હોવાથી જે કાઇ વખત અન્યથા પ્રરૂપણા કરતા નથી. પ્રરૂપણા અનુસાર જ પેાતાની પ્રવૃત્તિ રાખે છે. જેવું કહે છે તેવું સ્વયં પાલન કરે છે, તેથી તેને કાઈ પણ પ્રકારના ભય રહેતા નથી. તે વીર બને છે. ગણધરાદિક દેવાએ એવા જ સુવસુ મુનિએની પ્રશંસા કરી છે, તેમને વીર એટલા માટે કહેવામાં આવેલ છે કે તે નિર્દોષ સંયમનું અનુષ્ઠાન કરવામાં કુશળ હોય છે. અસંયમી લેાકેાના સગ કદાચ સયાગથી અને તા પણ તે પોતાના મેાક્ષમાર્ગ થી ચલિત થતા નથી, અને ખાહ્ય પરિગ્રહૅહિરણ્ય સુવર્ણ ધન ધાન્ય માતા પિતા પુત્ર કલત્ર આદિની સાથે તેના સંબંધ થાય તે પણ તે તેવા સંબંધમાં સદા તે મહિભૂત રહે છે. તેમાં તેની મમતા લાગતી નથી. આભ્યંતર પરિગ્રહ રાગ દ્વેષ આદિ, અથવા તેનાથી ઉત્પન્ન થતાં આઠ કર્મના સંબંધને નાશ કરવામાં સદા તે ઉદ્યમી રહે છે. તે કોઈ પણ એવું કાર્ય કે પ્રયત્ન નથી કરતા કે જેનાથી રાગ દ્વેષાદિક અગર તેની પરંપરા વધે, અગર તેનાથી ઉત્પન્ન કર્યાંના બંધ દૃઢ થતાં રહે. સદા તે એવો જ પ્રયત્ન કરે છે કે જેનાથી રાગદ્વેષાદિકના સંબંધ છુટે, અને સચિત કર્મોની નિર્જરા અને આગામી કર્મોનો સંવર અર્થાત્ ખંધના અભાવ થતો રહે. આવા પ્રકારના તેના લેાકસચેાઞ-માતા પિતાકિના સંબંધના ત્યાગ જ સન્મા છે. અથવા નાપુ ”ની છાયા नायः પણ છે. આત્માને જેનાથી મેાક્ષ પ્રાપ્ત થાય તે નાય છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા એવા સુવસુ મુનિ જ મોક્ષના પ્રાપક બને છે, અન્ય નહિ ! સૂ॰ છ u
“
k
,,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૯