________________
સમ્યફચારિત્ર વિકલ છે ને મિથ્યાદષ્ટિ જીવે કહેલ છે. સમ્યકજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનને અભાવ પણ સ્વતઃ સિદ્ધ છે માટે તેને આ ઠેકાણે પૃથક્ રૂપથી કહેલ નથી.
- મિથ્યાદષ્ટિ જીવ યદ્યપિ ઓઘને પાર કરવા માટે લાલાયિત મન રાખે છે પરંતુ તેની પાસે પાર કરવાના ઉપાયસ્વરૂપ વિવેકને અભાવ હોવાથી પાર કરી શકતા નથી. તે વાત “ર ચૌવં ત” એ પદથી સૂત્રકાર પ્રગટ કરે છે. સંસાર રૂપ સમુદ્રને પાર કરવા માટે સર્વ પ્રથમ સમકિતની જરૂર પડે છે. શાસ્ત્રમાં સમકિતને છેવટીયાની ઉપમા આપેલ છે. જે પ્રકારે ખેવટિયા વગર નૌકા જીને જલાશયથી પાર નહિ ઉતારી શકે, તે પ્રકારે આ સંસારરૂપ સમુદ્રથી જીવ વિના સમકિત મેળવ્યું કેઈ વખત પાર ઉતરી શકતા નથી. સમક્તિના વિષયમાં પાછળ વિવેચન કરવામાં આવેલ છે.
મિથ્યાદષ્ટિ જીવ સંસારરૂપી સમુદ્રના તીરને પાર કરવાને માટે અસમર્થ એ માટે છે કે તે “ગામ” અને “નામ” છે. વીતરાગપ્રણીત રત્નત્રયની આરાધનાનું તેમાં અભાવ હોવાથી તે “મરી જાન” અને સમ્યફ ઉપદેશની પ્રાપ્તિને અભાવ હોવાથી પાર પ્રાપ્ત કરવા માટે અભિલાષી હોવા છતાં તે ઉત્સત્રના પ્રરૂપક અને ઉન્માર્ગના પ્રચારક હોવાથી “સામ” છે. લેકમાં તીર અને પાર શબ્દનો એક જ વાચ્યાર્થ થાય છે તે પણ સૂત્રમાં જે બે શબ્દોનો પ્રયાગ કર્યો છે. તેનાથી એ વાત જ્ઞાત થાય છે કે-તીર શબ્દથી ઘાતિયા કર્મોને ક્ષય અને પાર શબ્દથી અઘાતિયા કર્મોને અભાવ અર્થ થાય છે. ____“ आदानीयं चादाय तस्मिन् स्थाने न तिष्ठति"
આદાનીય શબ્દનો અર્થ મુક્તિ જેનાથી પ્રાપ્ત થાય છે એવું ચારિત્ર છે. મિથ્યાષ્ટિ જીવ પરિગ્રહમાં મૂછિત હોવાથી પિતાની કલ્પનાનુસાર ચારિત્રનું આરાધન કરે છે, મુક્તિ તે સમ્યકૂચારિત્રના આરાધનથી પ્રાપ્ત થાય છે. જેમાં સાવદ્ય પ્રવૃત્તિને લેશ પણ નથી તેનું નામ સમ્યફચારિત્ર છે. જેમ જેમ જીવ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતો જાય છે તેમ તેમ ગૃહીત ચારિત્રમાં ઉજવલતા આવતી જાય છે, મિથ્યાષ્ટિ જીવ સમકિતના અભાવમાં પ્રથમ ગુણસ્થાનવતી થાય છે, માટે તે સમકિતસહિત ચારિત્રનું આરાધન કરી શકતા નથી, માટે તીર અને પારના લાભથી વંચિત રહે છે.
અથવા-આદાનીય શબ્દને અર્થ – દાસી, દાસ, હસ્તિ, અશ્વ, રથ, ધન, ધાન્ય અને સુવર્ણાદિક પરિગ્રહ પણ છે, મિથ્યાષ્ટિ જીવ આ પરિગ્રહમાં અત્યત આસક્ત રહે છે, જેથી તે રત્નત્રયાત્મક મેક્ષમાર્ગમાં કઈ વખત પણ સ્થિતિને લાભ કરી શકતો નથી. આદાનીય શબ્દનો અર્થ કર્મ પણ છે. આ કર્મને તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ગદ્વારા ગ્રહણ કરે છે, કર્મના સદ્ભાવમાં જીવ શુદ્ધ આત્મસ્વરૂપરૂપ મુક્તિની પ્રાપ્તિથી દૂર જ રહે છે. આ વિષયમાં પહેલાં લખવામાં આવેલું છે. જ્યાં સુધી મુક્તિના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૨૫