________________
કરવાવાળાની અનુમોદના પણ ન કરે, અર્થાત્ કરવા, કરાવવા, અને અનુમેદવારૂપ એ દંડસમારંભનો સર્વથા ત્યાગ કરે.
આ પ્રકાર શ્રીસુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે-તે રત્નત્રયરૂપ મેક્ષને માર્ગ છે, મોક્ષનું અન્વેષણ જેનાથી થાય છે તે માર્ગ શબ્દની વ્યુત્પત્યર્થ છે આ માર્ગનું નિરૂપણ આર્ય-તિર્થંકર અને ગણધરાદિકોએ બાર પ્રકારની પરિષદમ કર્યું છે. વિષયકષાયાદિક જે આત્માનું પતન કરવાવાળા છે તેનાથી જે જલદ વિરક્ત થાય છે તે આર્ય છે, અને તે તીર્થકર ગણધરાદિ દેવ છે. કારણ કે તેઓ સ્વયં તેનાથી વિરક્ત બની બીજાઓને તેનાથી વિરક્ત થવાનો ઉપદેશ આપે છે. તેઓ આત્મકલ્યાણકારી મોક્ષમાર્ગના અનુપમ પથિક હોય છે, અને બીજાઓને પણ તે માર્ગના પથિક બનવા માટે ઉપાયનું પ્રતિપાદન કરે છે. આ પાંચમા કાળમાં જે મોક્ષમાર્ગની પ્રરૂપણું મુનિ અને આચાર્યો દ્વારા થાય છે તેને મૂળસ્ત્રોત તીર્થકરાદિ જ છે. એવું સમજીને કુશળ આત્માર્થીનું કર્તવ્ય છે. કે–તે પિતાના આત્માને આ દંડસમારંભદ્વારા આવવાવાળા કર્મોથી લિપ્ત ન બનાવે, એ ઉપદેશ કરતાં સૂત્રકાર કહે છે
જશાત્ર કુરા નોસ્ટિ” હે ભવ્ય જીવ! તું પૂર્વોક્ત કથનથી એ ભલી પ્રકારે જાણું ચુક્યો છે કે આ આત્મબલાદિક કાર્યોથી દંડસમાદાન થાય છે, અને તેનાથી કર્મબંધ સિવાય આત્માને કઈ લાભ થતો નથી, માટે તું એ બાતનો વિચાર કરી આત્માથી બન, અને જે પ્રકારથી તારો આત્મા કર્મોથી લિપ્ત ન બને એવા પ્રકારની પ્રવૃત્તિથી તેવા સમારંભેથી સર્વથા પિતાની રક્ષા કર. જેમ પાણીમાં રહેલાં કમળ પાણીથી લિપ્ત નથી થતાં તે પ્રકારે દંડસમાદાનથી આત્મા લિસ ન બને તેવું કર. “તિ ઘવીમિ' આનો અર્થ પહેલાં કરવામાં આવેલ છે. જે સૂ૦ ૫ છે
બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત. ૨-૨.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯