________________
પ્રદાનથી મને તેઓનું બળ પ્રાપ્ત થશે, કદાચ મારા ઉપર કોઈ આપત્તિ આવે તે તેઓ મને મદદગાર બનશે, તેમની સહાયતાથી અને સહાનુભૂતિથી હું આવેલી આપત્તિથી કઈ પણ જાતના કષ્ટ વગર સુરક્ષિત થઈ જઈશ” “દેવનું બળ મને પ્રાપ્ત થશે. તેથી તે નિવેદ્ય આદિ માટે પચન-પાચનાદિક આરંભ કરે છે. “રાજાની કૃપા મારા ઉપર બની રહે તે ભાવનાથી તે તેની જુઠી ખુશામત કરે છે, સેવા કરે છે, તેની પ્રત્યેક સારી નઠારી વાતમાં હા માં હા મિલાવે છે.
ખુશામતમાં જ આમદ છે” આવી તુચ્છ કામનાથી તે દરેક પ્રકારથી પોતાને કષ્ટમાં નાખીને પણ તેની પ્રત્યેક વાતને શિરને મુગટ બનાવવામાં સંકોચ કરતે નથી. “હું જે ચેરેને મદદ કરીશ અને તેમને મદદ પહોંચાડીશ અગર તેમને સહવાસ કરીશ તે મને તેમની લુંટના દ્રવ્યમાંથી હિસ્સ-(ભાગ) મળતો રહેશે” આ ભાવનાથી તે ચોરેનું પણ બળ પ્રાપ્ત કરે છે. જેની આવવાની કે નિશ્ચિત તિથિ નથી તેનું નામ અતિથિ છે. એવા અતિથિયેની તે ફક્ત તેમના આશિર્વાદરૂપ બળ મને મળે” એ વિચારથી સેવા કરે છે. તેમના નિમિત્તે પ્રાણિઓની હિંસા પણ કરે છે. કૃપણની સેવા પણ તેનું બળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરે છે. “શાક્યાદિ શ્રમણોનો સાથે મને મળે તે માટે તે તેમને માટે પચન–પાશનાદિ કરે છે. સૂત્રમાં જે આ પ્રકારથી અનેક બળનું કથન કરેલ છે તેનો ભાવ એ છે કે–તે જેને પિતાનાં ઈષ્ટ અર્થનો સાધક સમજે છે તેનું બળ પ્રાપ્ત કરવા માટે તેની ભલી પ્રકાર પરિચર્યા કરે છે. જેનાથી પ્રાણુની હિંસા થાય છે તેનું નામ દંડ છે. તેને તે અનેક પ્રકારના કાર્યોથી સર્વતઃ આદાન-પ્રહણ કરે છે. વ્યર્થના પાપારંભ કાર્યોમાં પ્રવૃત્ત થઈને તે પ્રાણીઓના પ્રાણનું અપહરણ કરી પાપનો ભારી બોજ પોતાના માથે રાખે છે. “કદાચ હું આ કામને નહિ કરું તે મને પૂર્વોક્ત આત્મબલાદિને લાભ થશે નહિ.” આ વાતનો વિચાર કરી તેના અલાભના ભયથી પ્રાણિઓની હિંસાદિક ક્રિયાઓને-અનેક અનર્થકારી સાવધ વ્યાપારને તે કરે છે. એ આત્મબલાદિક જે આ જીવને આ લેકમાં દંડ ગ્રહણનું કારણ છે, કેવળ તેના નિમિત્ત જ અનર્થોને તે નથી કરતે પણ પારલૌકિક કાર્યો માટે પણ પરમાર્થથી અનભિજ્ઞ બનીને આ દંડનું પાત્ર બને છે. આ અભિપ્રાયને “ મોક્ષ.” આ પદથી સૂત્રકાર પ્રગટ કરે છે–નરક નિગેદાદિ ગતિઓને જીવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે તેનું નામ પાપ છે. “પાપથી મારી મુક્તિ થઈ જશે, અર્થાત્ હું પાપરહિત થઈ જઈશ” એ ધારણાથી ઓતપ્રોત થઈને તે નાનાવિધ હવનીય દ્રવ્યોથી હવન કરે છે. અનેક અનર્થવિધાયક સાવદ્ય કાર્યોને કરવાથી દંડ-પ્રાણાતિપાતાદિ–ને અધિકારી થાય છે. આવા કાર્યોથી પાપમુક્ત બનતે નથી પણ નરક નિદાદિ ગતિઓમાં તે જીવનું પતન થાય છે. સૂત્રમાં “તિ” એ શબ્દ હેતુ અર્થને બોધક છે, જેનો ભાવ એ છે કે તે એમ સમજે છે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯ ૪