________________
સંજ્ઞા
() સંજ્ઞાઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું ફરી દર્શન થતાં “આ તેજ છે.” એ પ્રકારે ઉત્પન્ન થવા વાળું જ્ઞાન તે સંજ્ઞા કહેવાય છે. જેમ-“આ તેજ આહારકલબ્ધિવાળા મહાત્મા છે જેને મેં વનમાં જોયા હતા.”
સ્મૃતિ
(૭) સ્મૃતિ– પ્રથમ અનુભવ કરેલા પદાર્થને વિષય કરનારૂં જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ-જ્ઞાન અતીત વિષયનું જ, (વીતી ગયેલા પ્રસંગનું જ) હોય છે. અહીં એક ઉદહરણ છે, જેમકે -
ચેલના દેવી હેમન્ત ઋતુમાં ભગવાનના સમવસરણમાંથી પાછી ફરે ત્યારે માર્ગમાં મહાવનમાં, પોતાની પ્રતિજ્ઞા પાલનારા, કેઈ એક જિનકલ્પી મુનિને ધ્યાનમાં સ્થિત જોઈને, ભક્તિપૂર્વક તેનાં દર્શન, વંદન વગેરે કરીને પિતાના મહેલમાં આવી અને રાત્રીએ સુઈ ગઈ. નિદ્રાવસ્થામાં તેને એક હાથ એઢવાના વસ્ત્રમાંથી બહાર રહી ગયે, અને ઠંડી હવાના કારણે તે હાથ ઠરી ગયે, રાણીની નિદ્રા ઉડી ગઈ, ત્યારે તેણે પોતાના હાથને કરી જવાથી જડ જે જોઈને શીત આદિ પરીષહેથી આકાન્ત, મહા–વનવાસી મુનિ સાંભરી આવ્યા અને કહેવા લાગી કે–અહો ! મહાવનમાં નગર બહાર તે મુનિ આ સમયમાં શીતથી કેવું કષ્ટ પામતા હશે, એવો વિચાર કરીને કમની મહાનિર્જર કરી.
મતિ
(૮) મતિ– વર્તમાન વિષયનું જ્ઞાન તે મતિ કહેવાય છે, જેમ “મુનિ સંયમ પાલન માટે ભિક્ષા લેવા ભ્રમણ કરે છે.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧