________________
કેવલજ્ઞાન
(૫) કેવલજ્ઞાન– કેવલજ્ઞાન, કેવલ અર્થાત્ એકજ છે. તેની સાથે બીજું જ્ઞાન થતું નથી, તે અસહાય છે, અર્થાત ઈન્દ્રિય, મન આદિ કેઈની પણ સહાયતાની તેને અપેક્ષા નથી. અને તે કેવલજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના આત્યંતિક ક્ષયથી ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાન કાલના સમસ્ત દ્રવ્ય, ગુણે અને પર્યાને યથાર્થરૂપથી જાણે છે. તે અપ્રતિપાતી છે, અર્થાત્ એક વાર ઉત્પન્ન થઈને ફરી કોઈ પણ વખત નાશ પામતું નથી, એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય છે. ગ્રંથવિસ્તારના ભયથી અધિક વિસ્તાર અહિં કરતા નથી.
જ્ઞાનનું પ્રકરણ હેવાથી મતિજ્ઞાન આદિ પાંચ ભેદે બતાવ્યા છે. અહિં
મતિજ્ઞાન કે ભેદ (૫) .
મતિજ્ઞાનને જ પ્રસંગ છે, મતિજ્ઞાન ઈહા આદિ ભેદથી અનેક પ્રકારનું છે. ભગવાને કહ્યું છે કે -ઈહા, અપહ, વિમર્શ, માર્ગણા, ગષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, અને પ્રજ્ઞા, એ સર્વ આભિનિબંધક જ્ઞાન–મતિજ્ઞાન છે (નંદીસૂત્ર મતિજ્ઞાનગાથા ર૭) આભિનિબેધિક જ્ઞાનને અર્થ છે-ત્રિકાલવિષયક મતિજ્ઞાન, ભગવાને કહ્યું છે કે“જ્ઞાન પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે (૧) આભિનિબેધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન (નન્દી સૂ૦૧)
ઇહા
(૧) ઈહાઈહા તથા અપોહ વગેરે મતિજ્ઞાનના ભેદ છે. નામ અને જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત, સામાન્ય જ્ઞાનની પછી થવા વાળી વિચારણાને ઈહા કહે છે, જેમકે –
સ્પર્શનેંદ્રિયના દ્વારા સ્પર્શનું સામાન્ય જ્ઞાન થયા પછી ગાઢ અંધકાર થાય ત્યારે નેત્રવાળાને પણ એ વિચાર થાય છે કે આ સ્પર્શ કે છે? આ કેણે સ્પર્શ કર્યો છે. શેને સ્પર્શ છે?, આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?, આ પ્રકારની વિચારણા તેને ઈહા કહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૭