________________
છે? અપ, ચેતન-સ્વરૂપ, કર્મોને કર્તા, કફલકતા, ઈત્યાદિ આત્માના જ્ઞાન વિશેષરૂપ જે પરિણામ છે, તેને જાણવા તે મનઃ પર્યય જ્ઞાન છે.
મન:પર્યય જ્ઞાની જીવ મનના પર્યાયને જ પ્રત્યક્ષ કરે છે બહારની વસ્તુઓને નહિ. પરંતુ એમ કહેવું ઠીક નથી કે-મન પર્યયજ્ઞાની બહારની વસ્તુઓને જાણતા જ નથી, મન:પર્યયજ્ઞાનીઓને અનુમાનથી બહારની વસ્તુઓનું જ્ઞાન હોય છે. જેમકે – વિશિષ્ટક્ષપશમજન્ય પ્રતિભાવાળા બુદ્ધિમાન પુરૂષ કેઈના ઈશારાથી અથવા ચેષ્ટાને જોઈને તેના મનને ભાવ અને તેનું સામર્થ્ય અનુમાનથી જાણ લે છે, એ પ્રમાણે મન:પર્યયજ્ઞાની બીજાના ભાવરૂપ મનને પૂર્ણ રૂપમાં પ્રત્યક્ષ કરીને અનુમાનથી બહારની વસ્તુઓને જાણી લે છે કે –“તેણે અમુક વસ્તુને વિચાર કર્યો છે” બહારના પદાર્થોને વિચાર કરવાના સમયે તેજ પદાર્થના આકારરૂપ મન થઈ જાય છે.
મન:પર્યયજ્ઞાન, અવધિજ્ઞાન પ્રમાણે રૂપી પદાર્થોને વિષય કરે છે–જાણે છે મનઃ પર્યયજ્ઞાન ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પરંતુ અવધિજ્ઞાનથી તે ભિન્ન છે, કેમકે સ્વામી આદિના ભેદથી તે બંનેમાં ભેદ છે. તે આ પ્રમાણે-અવધિજ્ઞાન અવિરત સમ્યગદષ્ટિને પણ થાય છે. તે દ્રવ્યથકી સર્વ રૂપી જીવેને જાણે છે, ક્ષેત્રથકી સમસ્ત લેકને જાણે છે, કાલથકી અસંખ્યાત ભૂત અને ભાવી ઉત્સર્પિણ અવસર્પિણીને જાણી શકે છે, ભાવથી સમસ્ત રૂપી દ્રવ્યમાંથી પ્રત્યેક દ્રવ્યની અસંખ્યાત પર્યાને જાણે છે.
મન:પર્યયજ્ઞાન અપ્રમત્ત સંયતને (મુનિને) તથા આમષ આદિ કેઈ લબ્ધિના ધારકને જ થાય છે. તે દ્રવ્યથી સંજ્ઞી પંચદ્વિન્યનાં મનદ્રવ્યને, ક્ષેત્રથકી સમયક્ષેત્રમાત્રને (અઢી દ્વીપને) કાલથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ભૂત-ભવિષ્ય કાલને અને ભાવથી મનદ્રવ્યની અનંત પર્યાને જાણે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૬