________________
અવધિજ્ઞાન
(૩) અવધિજ્ઞાનઅવને અર્થ છે અધઃ' અર્થાત્ નીચે, તાત્પર્ય એ છે કે–જે જ્ઞાન અધે દિશાની વસ્તુઓને વિસ્તારથી જાણે છે, તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિરૂપ જ્ઞાન અવધિજ્ઞાન છે, અર્થાત્ વિસ્તૃતવિષયક જ્ઞાન. જેમકે -અનુત્તરે પાતિક દેવ અવધિ. જ્ઞાનના બળથી ભગવાનને પ્રશ્ન પૂછીને જીવાદિ તત્ત્વોને નિશ્ચય કરી લે છે. અથવાઅવધિની સાથે જે જ્ઞાન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિને અર્થ છે મર્યાદા અવધિજ્ઞાન, રૂપી દ્રવ્યને જ જાણે છે, અરૂપી દ્રવ્યોને જાણતું નથી, આ વ્યવસ્થા જ અહિં મર્યાદા સમજવી જોઈએ. તાત્પર્ય એ થયું કે અરૂપી-દ્રવ્યોને છોડીને કેવળ રૂપી દ્રવ્યને જાણવાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાન દ્વારા નીચે–નીચે વિશેષ જાણવામાં આવે, તે અવધિજ્ઞાન છે. તે જ્ઞાન ચાર ગતિઓના જીવને થઈ શકે છે, માત્ર રૂપી પદાર્થોને સાક્ષાત્ જાણે છે, અને વિશિષ્ટ ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ સર્વ તે જ્ઞાનના અધિકારી છે, અર્થાત્ એ ચારેયને અવધિજ્ઞાન થઈ શકે છે.
મનઃ પર્યયજ્ઞાન
(૪) મન:પર્યવ જ્ઞાનપર્યય અર્થાત્ જાણવું, મનને જાણવું તે મન:પર્યય જ્ઞાન છે. અર્થાત્-મન વિષયકનું સંપૂર્ણ જ્ઞાન મનઃપર્યય કહેવાય છે. અથવા મન:પર્યયનું જ્ઞાન તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે.
મન બે પ્રકારનાં છે-(૧) દ્રવ્યમન અને (૨) ભાવમન, મને વર્ગણાઓને દ્રવ્યમન કહે છે, અને સંસી જીવ દ્વારા ગ્રહણ કરાએલી મને વર્ગણાઓનું જ્યારે ચિંતન કરવામાં આવે છે તેને ભાવમન કહે છે.
મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં ભાવમન જ લેવામાં આવે છે. અઢી કપના સંસી પંચેન્દ્રિય જીવે દ્વારા ચિન્તન કરવામાં આવતા વિષયોધ્યવસાયપ પર્યાને મન:પર્યય જ્ઞાન જાણે છે. જેમ કે-કેઈ બીજે જીવ એ વિચાર કરે--આત્મા કે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૫