________________
શ્રુતજ્ઞાન
(૨) શ્રુતજ્ઞાન—
શ્રુતિ અથવા શ્રવણ-સાંભળવારૂપ એક પ્રકારનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુત-જ્ઞાન કેવુ હાય છે ? શબ્દના સાંભળવાથી અથવા ભાષણુ આદિથી, વાસ્થ્ય-વાચક ભાવ સબ ધ પ્રમાણે જે પદાર્થનું જ્ઞાન થાય છે, તેને શ્રુતજ્ઞાન કહે છે. અહિં શ્રુત-શબ્દથી જ્ઞાન ગ્રહણ કરી શકાય છે. કેમકે તે જ્ઞાનના પ્રભેદોની અંદર છે, પરંતુ ‘શ્રયતે' આ વ્યુત્પત્તિથી શબ્દાર્થંક શ્રુત-શબ્દ નથી. લબ્ધિરૂપ મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, મતિજ્ઞાનના અભાવમાં થતું નથી તે કારણથી મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનનું કારણ છે.
શંકા—મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાનરૂપમાં પરિણત ધઈ જાય છે, જેમકે માટી ઘટ રૂપમાં ફરી જાય છે. અને તન્તુ વસ્રરૂપમાં બદલાઈ જાય છે. એવી સ્થિતિમાં ભગવાને શ્રુતજ્ઞાનનું જુદુ ગ્રહણ શું પ્રયેાજનથી કર્યું... ?
સમાધાન-એ અને દૃષ્ટાંત વિષમ છે, જેમકે ઘટ પ્રગટ થતાં પિંડાકાર માટી મટી જાય છે, જેમ વસ્ત્રની ઉત્પત્તિ થતાં તંતુના જથ્થા નાશ પામે છે, તે પ્રમાણે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતાં મતિજ્ઞાન નાશ પામતું નથી. ભગવાને કહ્યું છે કેઃ—
“ જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે ?” શ્રુતજ્ઞાનના સદ્ભાવમાં મતિજ્ઞાનનુ અસ્તિત્વ ભગવાને મતાવ્યું છે. એ કારણથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનુ અપેક્ષાકારણ જ છે. એમ માનવું જોઈએ, તેા તાત્પર્ય એ નીકળ્યું કે મતિજ્ઞાનપૂર્વક, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થવાવાળું, તથા આપ્તવાકયનું અનુસરણ કરવાવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે.
જે સાંભળવામાં આવી શકે તે શ્રુત છે” આ વ્યુત્પત્તિ પ્રમાણે ‘શ્રુત’શબ્દથી આમ્રવચનનું ગ્રહણ થઇ શકે છે. તે પક્ષમાં શ્રુતનું અર્થાત્ આપવચનનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે ષષ્ઠીતત્પુરૂષ સમાસ થશે. આપ્ત અર્થાત્ રાગાદિથી રહિત, સર્વજ્ઞ, તેનું વચન તે આપ્તવચન કહેવાય છે અધ્યવસાય અર્થાત્ નિશ્ચય, એવા અધ્યવસાયરૂપ અર્થાત્ પદાર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શબ્દ, શ્રુતજ્ઞાનમાં કારણ છે, એટલા માટે શબ્દ પણ શ્રુત કહેવાય છે, પરંતુ જ્ઞાન-ભેદની વ્યવસ્થામાં શ્રુત–શબ્દ સાંભળવું એ અર્થના વાચક છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७४