________________
શોક સંજ્ઞા
(૧૫) શૈકસંજ્ઞામેહનીય કર્મના ઉદયને લીધે, ઈષ્ટવિયેગથી ઉત્પન્ન થવા વાલી, વિલાપ અને વિમનસ્કતા (વ્યાકુલ ચિત્ત) રૂપ આત્માની પરિણતિ શેકસા કહેવાય છે.
ધર્મ સંજ્ઞા
(૧૬) ધર્મસંજ્ઞામેહનીયકર્મના ક્ષપશમથી કર્મક્ષયજનક સર્વવિરતિ તથા દેશવિરતિરૂપ આત્માની સ્વભાવપરિણતિને ધર્મસંજ્ઞા કહે છે. જીવરક્ષા આદિ વ્યાપાથી તેનું જ્ઞાન થાય છે.
જ્ઞાનસંજ્ઞા કે ભેદ (૫)
જ્ઞાનસંજ્ઞાના ભેદ– મતિ, શ્રત આદિ ભેદ વડે-કરી જ્ઞાનસંજ્ઞા પાંચ પ્રકારની કહી છે તે આ પ્રમાણે છે-(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, અને (૫) કેવલજ્ઞાન.
મતિજ્ઞાન
(૧) મતિજ્ઞાનમનન કરવું તે મતિ છે. અર્થાત્ બેધ છે, મતિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. અહિં જ્ઞાન શબ્દ સામાન્ય જ્ઞાનને વાચક છે. ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન જ્ઞાન તે મતિ છે” એ અર્થ કરવાથી સામાન્ય અને વિશેષ જ્ઞાનેમાં સમાનાધિકરણતા (સમાનપણું) થઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭ ૩