________________
સંજ્ઞા કે ભેદ
સંજ્ઞાના ભેદ– જીની સંજ્ઞા અનેક પ્રકારની હોય છે. ભગવતી સૂત્ર (શ. ૬. ઉ. ૮)માં દસ પ્રકારની સંજ્ઞાઓ કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે –
પ્રશ્ન–ભગવાન ! સંજ્ઞાઓ કેટલી કહી છે? ઉત્તર-ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે તે આ પ્રમાણે છે
(૧) આહાર–સંજ્ઞા (૨) ભય-સંજ્ઞા (૩) મિથુન-સંજ્ઞા, (૪) પરિગ્રહ-સંજ્ઞા. (૫) ક્રોધ-સંજ્ઞા (૬) માનસંજ્ઞા (9) માયા-સંજ્ઞા (૮) લોભ-સંજ્ઞા (૯) લેકસંજ્ઞા અને (૧૦) ઘ-સંજ્ઞા. અથવા-સંજ્ઞાન એટલે સંજ્ઞા, તે ચેતના, અર્થાત્ ચેતનાને સંજ્ઞા કહે છે તે જ્યારે અસાતવેદનીય અને મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિકાર યુક્ત હોય છે, ત્યારે તે આહાર આદિ સંજ્ઞા કહેવાય છે. તે બે પ્રકારની છે-(૧) અનુભવનસંજ્ઞા અને (૨) જ્ઞાનસંજ્ઞા. તેમાં અનુભવનસંજ્ઞા સોળ પ્રકારની છે, ભગવતીસૂત્રોક્ત દસ સંજ્ઞાઓમાં છ મેળવી દેવાથી સેળ થાય છે, છ સંજ્ઞાઓ આ છે –(૧) સુખસંજ્ઞા, (૨) દુઃખસંજ્ઞા, (૩) મોહસંજ્ઞા, (૪) વિચિકિત્સાસંજ્ઞા, (૫) શંકસંજ્ઞા અને (૬) ધર્મ સંજ્ઞા.
આહાર સંજ્ઞા
(૧) આહારસંશા– સુધા (ભૂખ) વેદનીયના ઉદયથી કવલાહાર આદિ માટે યોગ્ય પગલેને ગ્રહણ કરવાની ક્રિયા જેના વડે સમ્યફ પ્રકારથી જાણી શકાય, તે આહારસંશા કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬૮