________________
અથવા સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વાળી આહારની અભિલાષારૂચિ-ઈચ્છા રૂપ આત્માની પરિણતિ તે આહારસંશા કહેવાય છે, અહિં અભિલાષા શબ્દથી આ પ્રકારની વસ્તુ મારા માટે પુષ્ટિ કરનારી છે. આ વસ્તુ મળે તે મારૂં હિત થશે એવા વિચારથી યુક્ત પિતાની પુષ્ટિ અને સંતોષના કારણભૂત પદાર્થની પ્રાપ્તિ માટે વિચાર કરનાર આત્માનું પરિણામ, ગ્રહણ કરવું જોઈએ, ખાલી પેટ હોવાના કારણે ભેજ્ય (ભોજન કરવા ગ્ય) વસ્તુના શ્રવણ, દર્શન અને ચિન્તનથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આહાર આદિ સંજ્ઞાઓ એકેન્દ્રિયથી આરંભીને પંચેન્દ્રિય સુધીના સર્વ ને હોય છે, અને જ્યાં સુધી સંસારને અંત થતું નથી ત્યાં સુધી તે સંજ્ઞાઓ રહે છે. જલ વગેરેના આહાર પર જીવિત રહેવાના કારણે વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવોમાં પણ આહારસંજ્ઞાનું અસ્તિત્વ દેખાય છે.
ભય સંજ્ઞા
(૨) ભય સંજ્ઞા કેઈ કારણથી અથવા વિના કારણે ભય થે, મોહનીય કર્મના ઉદયથી ભયભીત પુરુષની મોહને અંતર્ગત નેકષાયરૂપ, નેત્રમાં અને ચહેરામાં વિકાર થે, રોમાંચ થવું (રૂંવાડા ઉભાં થવાં) વગેરે ક્રિયાઓ જેનું લક્ષણ છે, એવી આત્માની પરિણતિ તે ભયસંજ્ઞા કહેવાય છે. દુર્બળતાથી, ભય ઉત્પન્ન કરાવનારી વાત સાંભળવાથી, ભયંકર વસ્તુ દેખવાથી, તથા આ લોક વગેરેમાં ભયજનક વસ્તુને વિચાર કરવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. લજજાવંતી (લજાળ) આદિ વનસ્પતિઓ હાથને સ્પર્શ થવાથી ભય લાગ્યો હોય તેમ પિતાના અવયને સંકેચે છે તેથી તેમાં ભયસંજ્ઞાની વિદ્યમાનતા દેખાય છે.
મૈથુન સંજ્ઞા
(૩) મૈથુન સંજ્ઞાપુરુષવેદ–મેહનીકમના ઉદયથી મિથુન માટે સ્ત્રી તરફ જેવું. હસતું સુખ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬૯