________________
તથા અવ્યાબાધ સુખરુપ શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈને પૌગલિક વિભાવ પરિણામમાં કે જે અનંત દુખેને જનક (ઉત્પન્ન કરનાર) છે. તેમાં અનંત આનંદ માને છે, મેહને વશ થઈને બહારની વસ્તુઓમાં મમત્વ ધારણ કરે છે, જેમ કે-“આ ઘર મારૂ છે; આ મારા પુત્ર છે, આ મારી સ્ત્રી છે, આ મારૂં કુટુંબ છે, આ સર્વ ધન-જન વગેરે મારૂં છે એ પ્રમાણે વિષપ-વિષયોને અમૃતરૂપ માનીને, વિષયમાં તન્મય થઈને ક્ષણમાત્ર સુખ આપવાવાળા અને લાંબા કાલ સુધી દુખ આપવાવાળા ભેગેને ભેગવતે થકે, વિષયની મૃગતૃષ્ણા તરફ વારંવાર દેડતે થકે આ લાંબા માગવાળા સંસારમાં ક્ષણ માત્ર પણ વિશ્રામ પામતો નથી. મારા-મારા કરતે આ જીવ, પુત્ર અને પત્ની વગેરેના સુખમાં સુખ અને દુખમાંદુઃખ માનતે થકા તેના માટે નકામો શેક કરે છે–ત્યાં સુધી કે તેના માટે પ્રાણોને નાશ કરવા તૈયાર થઈ જાય છે, આ જીવ પરને પોતાનું સમજીને નાના પ્રકારનાં પાપકાર્ય કરીને પિતાને મલીન બનાવે છે. આ પ્રમાણે કર્મને વશ થઈ મમતાના પાશમાં જકડાએલે આ જીવ ઉપચરિત વ્યવહારનયથી કર્તા સિદ્ધ થાય છે.
અનુપચરિતવ્યવહાર નય
(૬) અનુપચરિત વ્યવહારનય અનુપચરિત વ્યવહારનયથી જીવ પોતાના આત્માથી પ્રત્યક્ષ ભિન શરીરને અજ્ઞાનવશ થઈ પારિણમિક ભાવથી આત્મપ્રદેશોની એકતા સમજીને, અને આત્માનું એવું જ સ્વરૂપ માનીને શરીરની પુષ્ટતા અને રક્ષા આદિ માટે એકેન્દ્રિય આદિ તમામ પ્રાણીઓની હિંસા થવાવાળા, મહારંભ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, અને પરિગ્રહ આદિ નાના–અનેક પ્રકારનાં પાપ કર્મોનું આચરણ કરે છે. વસ્તુતઃ આત્માના સ્વરૂપમાં અને શરીરમાં અત્યન્ત ભિન્નતા છે, તે આ પ્રમાણે કે –આત્મા ચિતન્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૨