________________
સ્વરૂપ છે, શરીર જડ છે. આત્મા અરૂપી છે, શરીર ક્ષી છે. આત્મા જ્ઞાન, દર્શન, સુખ, અને વીર્ય રૂપ છે, શરીર નિસત્વ અને વિવિધ વ્યાધિઓથી યુક્ત છે. આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, શરીર અનિત્ય આશાશ્વત અને અદ્ભવ છે. આત્મા અત્યંત નિર્મલ છે, શરીરમાં ગર્ભાશયમાં સ્થિત હોવાથી શુક્ર અને શેણિતથી વીર્ય અને લેહીથી) બનેલું હોવાના કારણે, તથા નવ દ્વારોથી મલ નીકળવાના કારણે અત્યંત અશુચિ–અપવિત્ર છે અને મલનું પાત્ર છે. જે શરીરના માટે એવાં એવાં ઉપર કહેલાં તેવાં કર્મ કરવામાં આવે છે, તે શરીર અનંતવાર પ્રાપ્ત થયું છે અને અનંતવાર છેડી દીધું છે, પરંતુ સંસારી જીવ આ નાશવંત શરીરમાં અનુરાગ પ્રીતિ કરીને ફરી-ફરીને તે પાપકર્મ કરીને પોતાને કમરના ભારથી ભારે બનાવે છે. એ કારણથી અનાદિ અને દુરંત મુશ્કેલીથી પાર પડે તે–સંસારરૂપી મહગત–મોટે ખાડે તેમાં વારંવાર પડીને પોતાને ઉદ્ધાર કરવામાં અસમર્થ બની જાય છે, પરંતુ સંસારી જીવ પિતાનાં કરેલાં કર્મોના ભારને સમજતો નથી, તથા સંસારરૂપી મહાગર્તમાં પડયો છે તે તેને જાણતા નથી. તેથી ફરી–ફરી તેવા કર્મો કરવા લાગે છે. એ પ્રમાણે આત્માથી ભિન્ન શરીરને જ પિતાનું સ્વરૂપ સમજીને તેનાં પિષણ તથા રક્ષણ માટે કરવામાં આવતી ક્રિયાથી જીવ અનુપચરિત વ્યવહારનયની અપેક્ષાએ કર્તા સિદ્ધ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલા પ્રકારથી છ પ્રકારના વ્યવહારનયથી જીવને કર્તા સમજવું જોઈએ.
જીવ કે સ્વરૂપમેં સદ્દશ-વિસદ્દશ વિચાર
જીવના સ્વરૂપમાં સદશ-વિશદશ વિચાર– પ્રશ્ન–અગર સર્વ જીનું સ્વરૂપ અને લક્ષણ સમાનજ છે તે પછી સંસારી જીવ દુઃખી અને સિદ્ધ સુખી કેમ છે ?
ઉત્તર–નિશ્ચયનયથી સર્વ જીવો સિદ્ધોની સમાન છે. તેમાંથી જે જીવ તમામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૩