________________
શુભવ્યવહાર નય
(૩) શુભ વ્યવહારનય—
શુભ વ્યવહારનયથી આત્મા દાન, શીલ, તપ, ભાવ, વિનય, ભક્તિ વૈયાવૃત્ય રૂપ શુભ ક્રિયા કરે છે. શ્રમણનિગ્રન્થાને પ્રારુક એષણીય—અશન, પાન, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, કમ્બલ, પાત્ર, પાદાછન, પડિહારી–પીઠ, ફલક, શય્યા, સસ્તારક, ઔષધ, ભેષજનુ સુપાત્ર દાન આપે છે, મરતા જીવની રક્ષારૂપ અભયદાન આપે છે, હીનદીન અને નિલ જીવેાની સહાયતા કરે છે; સાધમીના ઉપર વાત્સલ્ય પ્રગટ કરે છે, પરિહતચિન્તનરૂપ મૈત્રીભાવના, બીજાના દુઃખનિવારણુરૂપ કરૂણા તથા નિઃસ્વાથૅ પરોપકાર આદિરૂપ શુભ ક્રિયા કરે છે, તે કારણથી શુભ વ્યવહારનયથી જીવનુ કર્તાપણું સિદ્ધ થાય છે.
અશુભબ્યવહાર નય
(૪) અશુભ વ્યવહારનય—
અશુભ વ્યવહારનયથી જીવ હાસ્ય, ભય, શાક, રતિ, અરતિ, નિદ્રા, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ દ્વેષ આદિ અશુલ કાર્યો એવ ભાવેામાં પ્રવૃત્ત થાય છે, વિષયસુખ એવા આરંભ આદિરૂપ અશુભ ક્રિયા કરે છે, તેથી અશુભ વ્યવહારનયથી જીવ કર્તા સિદ્ધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ઉપચરિતવ્યવહાર નય
(૫) ઉપરિત વ્યવહારનય—
ઉપરિત વ્યવહારનયથી જીવ પેાતાના અજર અમર તથા અનંતજ્ઞાન, દર્શન
૬ ૧