________________
કરે છે, ત્યારે પ્રથમ ગુણસ્થાનમાં અનન્તાનુબંધી ચાર કષાયોને ક્ષય કરીને ચતુર્થ (ચોથું) ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને સમ્યકત્વ ગુણ પામી જાય છે. ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાયે ક્ષય કરીને દેશવિરતિરૂપ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને પ્રત્યાખ્યાનાવરણ કષાય-ચતુષ્ટયના ક્ષયથી જીવને સર્વવિરતિરૂપ છઠ્ઠા અને સાતમ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જીવને જે આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તે ત્યાંથી બે શ્રેણીઓને આરંભ થાય છે, અને જીવ એ બેમાંથી કેઇ એક શ્રેણી પર આરૂઢ થાય છે. બે શ્રેણી આ પ્રમાણે છે-(૧) ઉપશમશ્રેણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમશ્રેણી વાળો જીવ અગિઆરમાં ગુણસ્થાન સુધી ચઢી શકે છે, ક્ષપકશ્રેણીવાળો જીવ આઠમાથી દસમાં ગુણસ્થાન સુધી પહોંચીને અગિઆરમાં ગુણસ્થાકને છોડીને સીધે બારમાં ગુણસ્થાન પર આરૂઢ થઈ જાય છે. જીવ દસમા ગુણસ્થાનના અંતમાં રાગ-દ્વેષરૂપ મેહનીય કમને સમૂળગો નાશ કરીને અને બારમાં ગુણસ્થાનમાં શેષ ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરીને તેમાં ગુણસ્થાનમાં પહોંચે છે એ ગુણસ્થાનમાં ( બારમે ગુણસ્થાનના અંતિમ સમયમાં) જીવને નિર્મલ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેરમા ગુણસ્થાન પછી પાંચ હસ્વ સ્વર-(અ–ઈ–ઉ––૬) ઉચ્ચારણ કરતાં એટલે સમય લાગે છે, તેટલો સમય ચૌદમાં ગુણસ્થાનમાં ભીને સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
જીવન શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવા વાળો આ શુદ્ધ વ્યવહાર નય છે.
અશુદ્ધવ્યવહાર નય
(૨) અશુધ્ધ વ્યવહારનયઅશુદ્ધ વ્યવહારનયથી રાગ-દ્વેષ અને મિથ્યાત્વ આદિ અનાદિ-કાલથી શત્રુની માફક જીવની સાથે લાગ્યાં છે, એ કારણથી જીવમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતાના કારણે પ્રતિસમય અનન્તાનઃ કર્મ વગણાઓ સત્તાપથી બદ્ધ થતી રહી છે. આ પ્રમાણે અશુદ્ધ વ્યવહારનયથી જીવને કર્તા સમજવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧