________________
શંકા–જેના પરિણામની ન્યૂનાધિકતાનું શું કારણ છે ?
સમાધાન-અનંતાનંત પરમાણુઓના પ્રચય (સમૂહ) સપ કામણ શરીર સાથે અનાદિ કાલથી જીવને સંબંધ છે; એ સંબંધના કારણે એકજ જીવના અનેક કાલેમાં, અને અનેક ના એકજ કાલમાં ભિન્ન ભિન્ન પ્રકારનું પરિમાણ થાય છે. કામણ શરીર સદાય વિભિન્ન રપમાં પરિણમન કરી રહે છે, તેના સંગથી દારિક આદિ શરીર પણ કાર્મણ શરીર પ્રમાણે જૂનાધિક પરિમાણવાળા હોય છે.
જીવ કી હાસ-વૃદ્ધિ
જીવની હાસ વૃદ્ધિજીવ વાસ્તવમાં અરૂપી છે, તે પણ શરીરની સાથે સંબંધ હોવાના કારણે તે નાના-મોટા પરિમાણને ધારણ કરે છે, તે કારણથી તેમાં મૂર્ત પદાર્થની જેમ અપચય (હાસ) અને ઉપચય (વૃદ્ધિ) થાય છે. સ્વભાવથી સંકેચ-વિકાસવાળો જીવ નિમિત્ત પ્રાપ્ત કરી દીપકની પ્રમાણે પિતાના આશ્રય (શરીર)માં પ્રતિભાસિત થાય છે– દેખાય છે). જેવી રીતે ઘરમાં, મહેલમાં અને ખુલ્લા આકાશમાં રાખેલે પ્રકાશ–પંજરૂ૫ દીપક, પિતાની જગ્યાએ દેખાતે થકે કોઈ જગ્યાએ સંકુચિત હોય છે અને કઈ જગ્યાએ વિસ્તૃત હોય છે. એ પ્રમાણે શરીરના પરિમાણ અનુસાર પરિમાણ વાળો આત્મા મૂત્ત જેવો દેખાય છે. રાગ શ્રીય સૂત્રમાં કહ્યું છે –
હે પરદેશી રાજા! જેમ કોઈ કૂટાગાર શાળા હેય તે (યાવતુ) ગંભીર હોય અને કઈ પુરુષ જ્યોત અથવા દીપક તેમાં રાખે છે તે એને પૂર્ણ રૂપથી પ્રકાશિત કરે છે, એ પ્રમાણે હે પરદેશી! આત્મા પિતાના પૂર્વોપાર્જિત કર્મો પ્રમાણે જેવું શરીર પ્રાપ્ત કરે છે, તેને અસંખ્યાત આત્મપ્રદેશથી સજીવ બનાવી દે છે, તે શરીર ગમે તે મેટું હોય અથવા નાનું હેય.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૨