________________
જીવ કી ઉદર્વ ગતિ
જીવની ઉર્ધ્વ ગતિસકલ કર્મોને ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલે જીવ ઉપર તરફ ગમન કરે છે. જીવ અમૂર્ત છે, અને એ કારણથી તે ગતિ કરી શકતો નથી—એમ કહેવું તે ઠીક નથી; કેમકે પુદ્ગલની પ્રમાણે જીવ સ્વભાવથી જ ગતિશીલ છે.
ગતિના વિષયમાં જીવ અને પુલમાં એટલો ભેદ છેઃ-પુદ્ગલ અધોગતિશીલ છે, અને જીવ ઉર્વગતિશીલ છે. અર્થાત્ પુદ્ગલેને સ્વભાવ નીચે જવાનું છે, અને જીવને સ્વભાવ ઉપર તરફ જવાને છે. પરંતુ તેમાં અંતરાય નાંખવાવાળા દ્રવ્યના નિમિત્તથી ઉર્ધ્વગતિશીલ જીવ પણ નીચે તરફ અથવા તિછ ગમન કરે છે. અથવા કેઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જીવની સ્વાભાવિક ગતિને પ્રતિબંધ (અટકાયત) કરનાર કર્મ જ છે. જ્યારે સકલ કમેને અત્યન્ત ક્ષય થઈ જાય છે, અને કર્મોને સંસર્ગ રહેતું નથી, ત્યારે કર્મબંધનને ક્ષય થવાથી ઉર્ધ્વગતિ થવામાં કઈ પ્રતિબંધક (અંતરાય કરનાર) રહેતું નથી, ત્યારે સિદ્ધ જીવને ઉર્ધ્વ ગમન કરવાને અવસર પ્રાપ્ત થાય છે.
જીવ લક્ષણ
જીવનું લક્ષણજીવનું લક્ષણ ઉપગ છે, તે જીવને વસ્તુના બેધમાં વ્યાપૃત–વ્યાપારયુક્ત કરે છે. તાત્પર્ય એ છે કે-બેધરૂપ વ્યાપાર ઉપગ કહેવાય છે. જ્ઞાન, સંવેદન, પ્રત્યય. આ સર્વ ઉપયોગના પર્યાયવાચી શબ્દ છે,
સામાન્ય બોધ (દર્શન) અને વિશેષ બોધ (જ્ઞાન) અનુભવ સિદ્ધ છે. એ બંને બોધથી એમ નિશ્ચય થાય છે કે -જીવ અવશ્ય છે, જેમાં આ સામાન્ય તથા વિશેષ બોધ જોવામાં આવે છે એ કઈ જીવ નથી કે જેમાં સામાન્ય બોધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૩