________________
જઘન્ય ગુણ સ્નિગ્ધ બે પરમાણુઓને અથવા બહ પરમાણુઓને પરસ્પર બંધ થતું નથી, જઘન્ય અર્થ અહિં હીનતમ સમજવો જોઈએ. ગુણ શબ્દ અહિં સંખ્યા (ડિગ્રી) ને વાચક છે. જેવી રીતે એક ગણા બે ગણા આદિ પદ એક સંખ્યક, દિસંખ્યક આદિ અર્થનું વાચક છે. સ્નિગ્ધતી (ચિકણાપણું) આદિ ગુણેની અધિકતા અને ન્યૂનતા લેકમાં પ્રસિદ્ધ છે. જેમાં પાણીની અપેક્ષાએ બકરીનું દૂધ ચિકાણું હોય છે. બકરીના દૂધથી ગાયનું દૂધ અને ગાયના દૂધની અપેક્ષાએ ભેંસનું દૂધ વધારે સ્નિગ્ધ (ચિકણું) હોય છે. એ પ્રમાણે પાણી આદિમાં ઉત્તરોત્તર ચિકણપણાની અધિકતા છે.
એ પાણી આદિમાં પહેલા–પહેલાનામાં ચિકણાપણાની ન્યૂનતા છે. એ પ્રમાણે એક ગુણ સ્નિગ્ધ, એક ગુણ સ્નિગ્ધની સાથે, તથા બે અથવા અધિક પરમાણુઓને પરસ્પર બંધ થતો નથી, અને એક ગુણ રૂક્ષને એકગુણ રૂક્ષની સાથે બે અથવા અધિક પરમાણુઓને પરસ્પર બંધ થતો નથી.
શંકા-પરમાણુઓને સંગ મેજૂદ હોવા છતાંય પણ, અને બંધના કારણભૂત સ્નિગ્ધત્વ (ચિકણાપણું) તથા રૂક્ષત્વ (લુખાપણું) વિદ્યમાન હોવા છતાંય બંધએતારૂપ પરિણમન કેમ થતું નથી?
સમાધાન-પરમાણુમાં એ પ્રકારની પરિણમનની શક્તિને અભાવ છે, દ્રવ્યની પરિણમન શક્તિઓ ક્ષેત્ર અને કાલના અનુરેધથી, પ્રયત્ન તથા સ્વભાવની અપેક્ષા રાખતી થકી નાના પ્રકારની થાય છે. જઘન્ય ગુણવાળા હોવાના કારણે, નિર્બલ હોવાથી સ્નેહ અથવા રૂક્ષ પરમાણુ કઈ પુદ્ગલને પરિણત કરવામાં સમર્થ થતું નથી. જેવી રીતે સમાન દુર્બળતાવાળા બે મલેમાંથી કઈ કેઈને પરાજિત કરી શકતા નથી. એટલા કારણથી સિદ્ધ થયું કે-જઘન્ય ગુણવાળાઓને પરસ્પર બંધ થતું નથી.
એ પ્રમાણે દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ સ્નિગ્ધ યુગલને દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત, અને અનંતગુણ સ્નિગ્ધતાવાળા સમગુણ પુદ્ગલની સાથે આપસમાં બંધ થતું નથી. તથા દ્વિગુણ આદિ રૂક્ષ યુગલને દ્વિગુણ આદિ રૂક્ષ સમગુણવાળા કેઈ પણ પુદ્ગલની સાથે બંધ થત નથી. જેમ સમાન બળવાળા બે મલેમાંથી કેઈ કેઈને પરાજિત કરી શકતા નથી.
એ પ્રમાણે સમાન સ્નિગ્ધતા હોવા છતાંય, સ્નિગ્ધ પુદ્ગલને નિગ્ધ પુદ્ગલની સાથે બંધ થતું નથી, અને સમાન રૂક્ષ હોવા છતાંય રૂક્ષને રૂક્ષની સાથે પણ બંધ થતું નથી.
શંકા-જઘન્ય સ્નિગ્ધ પુલને કયા પ્રકારના સ્નિગ્ધ પુગલની સાથે પરસ્પર બંધ થાય છે?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
४४