________________
અને એક પરમાણુને સંગ થવાથી ત્રિપ્રદેશી કંધ બને છે, સંખ્યા પરમાણુઓના સંઘાતથી (મળવાથી) સંખ્યાતપ્રદેશી સ્કંધ બને છે. અને અસંખ્યાત પરમાણુઓના સગથી અસંખ્યાતપ્રદેશી કંધ બને છે. અનન્ત પરમાણુઓના સંગથી અનન્ત પ્રદેશી અંધ ઉત્પન્ન થાય છે. અનન્તપ્રદેશી ઔધને સંગ થાય તે અનન્તાનઃપ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે. સંખ્યાતપ્રદેશી આદિ સ્કધમાં સંગરૂપ પરિણમન પૂર્વના પ્રકારથી સમજી લેવું જોઈએ.
કચણુક આદિના ક્રમથી અનન્તાનન્તપ્રદેશી પર્યન્ત જે સ્કંધ છે, તે સંગ પરિણમનથી બન્યા છે. તેમાંથી જે એક પરમાણુ અલગ થઈ જાય તે તે એક પરમાણહીન સ્કંધ રહી જાય છે. એ પ્રમાણે બે, ત્રણ, ચાર, પાંચ આદિ પરમાણુઓ અલગ થઈ જાય તે અન્તમાં ક્રિપ્રદેશ સ્કંધ જ બચે છે.
સ્ક ધથી અલગ થયેલા પરમાણુ જ્યારે બીજા પરમાણુની સાથે મળે છે, તે બંનેના મળવાથી નવીન પ્રયણુક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સંગ અને વિભાગ દ્વારા તરેહ-તરેહના સ્કંધ ઉત્પન્ન થયા કરે છે.
પરમાણુ બધુ કારણ
પરમાણુઓના બંધનું કારણ– બે અથવા અધિક પરમાણુ એક બીજામાં પ્રવેશ કરી શકતા નથી, કેમકે પરમાણમાં છિદ્ર નથી. અલબત સ્વાભાવિક ગતિથી બે અથવા બેથી અધિક પર માણુઓને પરસ્પર સંગ થવાથી તેમાં વિદ્યમાન સ્નિગ્ધતા અને રૂક્ષતાના ગુણના કારણે તેને આપસમાં બંધ થઈ જાય છે. એક્તાપ પરિણમનને બંધ કહે છે. બંધના સંબંધમાં એટલું વિશેષ સમજવું જોઈએ કે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧