________________
પુદ્ગલાસ્તિકાય / પુદ્રગલ શબ્દાર્થ
પુદ્ગલાસ્તિકાયપુદ્ગલ શબ્દને અથ–
પરસ્પર મળીને એકત્ર થઈને નવીન ઘન-ઘટાદિના રૂપમાં જે એક-મેક થઈ જાય છે, અને જે ગળી જાય છે અર્થાત્ તુટી ગએલી મેતીઓની માળા પ્રમાણે વિખાઈ જાય છે, તે પુદ્ગલ કહેવાય છે. તાત્પર્ય એ છે કે–જેમાં પૂરણ અને ગાલન ધર્મ હોય તે પુદ્ગલ છે, પુદગલરૂપ અસ્તિકાય તે પુદગલાસ્તિકાય કહેવાય છે.
અગર પુદ્ગલાસ્તિકાય ન હેત તે ઘટ આદિ કાર્ય બની શક્ત નહિ. આ કારણથી, તથા પ્રત્યક્ષ દેખી શકાય છે તે કારણથી પણ પુદ્ગલાસ્તિકાયની સત્તા રૂડી રીતે સિદ્ધ છે,
પુદગલ લક્ષણ
પુદગલનું લક્ષણપુદ્ગલનું લક્ષણ જપવત્વ છે; જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેવામાં આવે અર્થાત્ જે મૂર્તિમાન હોય તે પુગલ છે. જો કે પરમાણુ આદિ ગુગલ બહુ જ સૂક્ષમ છે અને અતીન્દ્રિય હોવાના કારણે તેના ગુણ ઇન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, તે પણ જ્યારે તે પુગલોનું બાદર સ્કંધના રૂપમાં પરિણમન થાય છે, ત્યારે તે ઇન્દ્રિ દ્વારા ગ્રહણ થઈ જાય છે, અને તેનું રૂપવત્વ પ્રતીત થવા લાગે છે.
પરમાણુ આદિ અતીન્દ્રિય પુદગલમાં અને ધર્માસ્તિકાય વગેરે અતીન્દ્રિય દ્રવ્યોમાં એટલું અંતર-ફેરફાર છે કે-ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્ય કયારેય પણ ઇન્દ્રિયોને વિષય થતા નથી, તેથી તે અતીન્દ્રિય અને અરૂપી છે, પરંતુ પરમાણુ આદિ પુગલ અતીન્દ્રિય હોવા છતાંય રૂપી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૭