________________
સૂર્ય ચન્દ્ર આદિ જ્યાતિષ્કાની ગતિના આશ્રયથી કાલના વિભાગ થાય છે, સૂર્ય ચન્દ્ર આદિ જ્યાતિષ્કની ગતિ મનુષ્ય લેાકમાં જ હોય છે. દિન, રાત, મુદ્દત, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષે, યુગ આદિના વિભાગ સૂર્ય આદિની ગતિથી જ લેાકમાં થાય છે. આ પ્રકારે અતીત (ભૂતકાળ) વર્તમાન આદિના વિભાગ પણ સમજવા જોઇએ. જેની ગણતરી ન થઈ શકે, જે ઉપમાન માત્રથી ગમ્ય (સમજી શકાય તેવું) છે, તે કાલ અસ ંખ્યેય છે, જેમકે-પલ્યાપમ, સાગરાપમ, ઈત્યાદિ, અસંખ્યેય આદિ કાળનું જ્ઞાન પણ ભગવાને મનુષ્યલેાકપ્રસિદ્ધ ઉપમાનનું પ્રદર્શન કરી પ્રરૂપિત કર્યું` છે. સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાલ તે સૂર્યાદિ જન્મ્યાતિષ્કની ગતિથી પણ જાણી શકાતુ નથી, કેમકે તે અતિ સૂક્ષ્મ છે. આથી કાલના વ્યવહાર સમયક્ષેત્ર–અઢી દ્વીપની અંદર જ થાય છે, સમયક્ષેત્રથી ખહાર જીવાની આયુષ્ય આદિની ગણના થાય છે તે મનુષ્યક્ષેત્રપ્રસિદ્ધ પ્રમાણથી જ થાય છે, એમ સમજી લેવું. જો કે કાલ એક જ છે તો પણ ભૂત ભવિષ્યના ભેદથી અનન્ત છે, તેથી ભગવાને કહ્યુ છે-‘ બળતાનિ ચ ક્બાનિ ક્ષારો પુષ્પાહ નતો 'કૃતિ, કાલ પુદ્ગલ અને જીવ એ દ્રશ્યેા અનન્ત છે. વર્તમાન સમય પર્યાયસહિત હાવા છતાં પણુ અનન્ત નથી કેમકે તે એક જ છે.
નિશ્ચયનયથી તા કાલ લેાકવ્યાપી માનવામાં આવે છે આથી ભગવાને કહ્યું છે કેधम्मो अधम्मो आगास कालो पुग्गल जंतवो ।
66
एस लोगोत्ति पन्नत्तो जिणेहिं वरदंसिहिं " ।।
વરદશી -લાકાલેાકને જોવાવાળા જિન ભગવાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એજ લેાક છે' એમ કહ્યું છે. ઉપર દર્શાવેલા છ દ્રવ્યોના સમુદાયને ભગવાને સામાન્ય રીતે લેાક કહેલ છે.
કાળના–અરૂપિત્ત્ર, અચેતનત્વ, અક્રિયત્વ અને વર્તનાહેતુત્વ, એ ચાર ગુણુ છે. અને અતીતત્વ, અનાગતતત્વ, વર્તમાનત્વ, તથા અગુરુલઘુત્વ એ ચાર પર્યાય છે.
આ કાળ—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જણાય છે, જેમકે-દ્રવ્યથી કાળ એક, ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણુ, કાલથી આદ્યન્તરહિત, ભાવથી અરૂપી-વણું -ગન્ધ-રસ-સ્પર્શ-રહિત છે, અને ગુણુથી વર્તનાલક્ષણવાળે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૬