________________
પુદ્ગલ પ્રદેશ સંખ્યા
પુદગલની પ્રદેશસંખ્યાપરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધી સર્વ પુગલ વિવિધ પરિણમનવાળા હોય છે. તેના પ્રદેશ યથાસંભવ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. સંખ્યાત પરમાણુઓના સંગથી બનેલા સ્કંધ સંખ્યાતપ્રદેશી કહેવાય છે, અસંખ્યાત પરમાણુઓથી બનેલા સ્કંધ અસંખ્યાતપ્રદેશી અને અનન્ત પરમાણુઓથી નિષ્પન્ન સ્કંધ અનન્ત–પ્રદેશી કહેવાય છે. પરમાણુ નિરંશ હોય છે, તેના અનેક ભાગ થઈ શકતા નથી તેથી તે અપ્રદેશી છે.
પુદગલ ક્ષેત્ર સ્થિતિ
પુદ્ગલેની ક્ષેત્રસ્થિતિપરમાણુમાં વિભાગ નહિ હોવાના કારણે કાકાશના એક જ પ્રદેશમાં તેની અવગાહના હોય છે દ્વયાશુક અર્થાત્ બે પરમાણુવાળા સ્કંધ લેકાકાશના એક પ્રદેશમાં અથવા બે પ્રદેશોમાં અવગાહન કરે છે. એ પ્રમાણે ત્રણ અણુઓવાળા સ્કંધ લેકાકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશોમાં અથવા ત્રણ પ્રદેશોમાં અવગાહન કરે છે. એ પ્રમાણે જ ચાર અણુઓવાળા આદિ કની અવગાહના, તથા સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી સુધીના સ્કંધની અવગાહના લકાકાશના એક પ્રદેશથી લઈને સંખ્યાત તથા અસંખ્યાત પ્રદેશોમાં હોય છે.
શંકા-આકાશના એક નાના પ્રદેશમાં અનન્ત પ્રદેશી કંધને સમાવેશ કેવી રીતે થઈ શકે, ગાગરમાં સાગરને સમાવેશ થયેલે કેઈ ઠેકાણે દેખાતું નથી ?
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૮