________________
આત્મસ્વરૂપનું ચિંતન કરતા થકા ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને ઉત્પન્ન કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરવા વાળા થઈને સમસ્ત કર્મોનો ક્ષય કરીને દારિક શરીરને અહિં જ ત્યાગ કરીને સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ સ્થિર થઈ જાય છે. નિશ્ચયનયથી સ્વયં સ્થિતિમાં પરિણત થયેલા તે સિદ્ધ જીવની સાદિ અનંત સ્થિતિમાં તે સ્થાન સહકારી કારણ હોય છે; પરંતુ તે સ્થાન તેને ભવા માટે પ્રેરણા નથી કરતું.
(૪) અથવા-જેવી રીતે વ્યવહારનયથી સિદ્ધ ભગવાનની ભક્તિથી સ્વયં ઉત્પન્ન થયેલા સવિકલ્પ ધ્યાનમાં અવસ્થિત મહાત્મા પુરૂષની સવિકલ્પ ધ્યાનમાં જે સ્થિતિ છે, તેમાં નિક્રિય, અમૂર્તિક અને પ્રેરણારહિત સિદ્ધ ભગવાન સહાયક હોવાથી નિમિત્ત કારણ હોય છે, પણ સિદ્ધ ભગવાન તેને ધ્યાનમાં સ્થિત થવાની પ્રેરણા કરતા નથી.
એ અભિપ્રાયથી ભગવાને કહ્યું છે કે–“નમો ટાસ્ત્ર ” અધર્માસ્તિકાય સ્થિતિ લક્ષણ વાળા છે. ( ઉત્તરાધ્યયન. અ. ૨૮)
જેના દ્વારા કેઈ વસ્તુ લખી શકાય (દેખી શકાય) અથવા જે વસ્તુને પરિચય કરાવનાર હોય તે લક્ષણ કહેવાય છે. સ્થાન અર્થાત્ સ્થિતિ જ જેનું લક્ષણ છે અર્થાત્ સ્થિતિરૂપ કાર્યથી જેનું અનુમાન થાય છે, તેને અધર્માસ્તિકાય કહે છે.
અધર્મીકાયના ગુણ-(૧) અધિત્વ (૨) અચેતનત્વ (૩) અક્રિયત્વ અને (૪) સ્થિતિસહાયકત્વ છે.
(૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, અને (૪) અગુરુલઘુત્વ, એ અધર્માસ્તિકાયના પર્યાય છે.
અધર્માસ્તિકાય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જાણી શકાય છે. જેમકે–અધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેકપ્રમાણ છે, કાલથી આદિ-અન્ત રહિત છે, ભાવથી અરૂપી અર્થાત્ રૂપ, રસ ગંધ અને સ્પર્શથી રહિત છે, અને ગુણથી સ્થિતિગુણવાળા છે.
શંકા–ધર્મ શબ્દથી શુભ ફલ આપવા વાળા પુણ્ય અને અધર્મ શબ્દથી અશુભ ફલ આપવા વાળા પાપનું ગ્રહણ શા માટે કરવામાં આવતું નથી ?
સમાધાન-પુણ્ય અને પાપ, દ્રવ્ય નથી, ગુણ છે એટલા માટે દ્રવ્યનાં પ્રકરણમાં તેનો સમાવેશ થઈ શકતો નથી અથવા પુણ્ય-પાપ પ ધર્મ અને અધર્મ પુદ્ગલરૂપ છે, તેથી તેને સમાવેશ પુગલમાં જ થઈ જાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં તેને ગર્ભિત નથી કરી શકતા.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭.