________________
શંકા-ધર્માસ્તિકાય દંડ આદિ પ્રમાણે નિમિત્ત કારણ થઈ શકતું નથી, કેમકે તે વ્યાપાર કરતું નથી, કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર કરનાર જ કારણ હોય છે. કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર નહિ કરવા છતાં ય જે કઈને કારણે માનવામાં આવશે તે ગમે તે વસ્તુ ગમે તે કાર્યમાં કારણ થઈ જશે. એવી દશામાં નિયત કાર્ય કારણ ભાવને અભાવ થઈ જશે.
સમાધાન—આ શંકા ઠીક નથી; કારણ કે અહિં હેતુ અસિદ્ધ છે. ગતિરૂપ કાર્યમાં ધમસ્તિકાય વ્યાપારરહિત નથી, ધર્માસ્તિકાયને સ્વાભાવિક વ્યાપાર વિદ્યમાન હોવાથી તેને કારણે માનવું તે યુક્તિસંગત છે. ભગવાને ધર્માસ્તિકાયનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે –
કરો : ધો” ધર્માસ્તિકાય ગતિલક્ષણવાળું છે (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૨૮) અર્થાત્ ગતિરૂપ કાર્યથી ધર્માસ્તિકાયનું અનુમાન થાય છે.
(૧) અરૂપિ– (૨) અચેતનત્વ (૩) અયિત્વ (૪) અતિસહાયકત્વ. એ સર્વ ધર્માસ્તિકાયના ગુણ છે, (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) અગુરુલધુત્વ, એ તેના પર્યાય છે. ધર્માસ્તિકાય-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ, એ પાંચ ભેદોથી જાણી શકાય છે. જેવી રીતે-દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે, ક્ષેત્રથી લેકપ્રમાણ છે. કાલથી આદિ-અન્ત રહિત છે, ભાવથી રૂપાદિરહિત છે–રૂપ-રસ-ગંધસ્પર્શ તેમાં નથી, અને ગુણથી ચલન-ગુણવાળા છે.
અધર્માસ્તિકાય સ્વરૂપ
અધર્માસ્તિકાયનું સ્વરૂપ સ્વભાવથી રિથતિરૂપ પરિણત થયેલા છે અને પુદ્ગલેની સ્થિતિમાં સહકારી થવું તે અધમસ્તિકાયનું લક્ષણ છે.
જીવ અને પુદ્ગલ જ્યારે સ્વભાવથી જ સ્થિત થાય છે તે પિતાની સ્થિતિમાં ઉપાદાન કારણ તે પોતે જ છે, પરન્તુ અધર્માસ્તિકાય તેમાં સહાયક થાય છે, તેથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે–પિતે ઉભા રહેવા વાળા મુસાફરોની સ્થિતિમાં છાયા સહકારી કારણ હોય છે. અગર કેઈ ઉભા ન રહે તે તે ઉભા રહેવાની પ્રેરણા નથી કરતી.
(૨) અથવા–જેવી રીતે પોતે જ ઉભા ન રહેવા વાળા દેવદત્તની સ્થિતિમાં પૃથ્વી સહકારી કારણ છે, પરંતુ જે દેવદત્તને ઉભા ન રહેવું હોય તે પૃથ્વી દેવદત્તને બળજબરીથી ઉભો રાખી શકતી નથી.
(૩) અથવા–જેવી રીતે સમિતિ-ગુપ્તિના ધારક, રત્નત્રયની આરાધના કરવાવાળા, સમભાવના રસમાં નિમગ્ન, સમાધિયુક્ત મતિવાળા મહાત્મા નિશ્ચયનયથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૬