________________
ધર્માસ્તિકાય સ્વરૂપ
ધર્માસ્તિકાયનું લક્ષણ—
સ્વભાવથી અથવા પ્રયોગથી ગતિક્રિયામાં પરિણત થયેલા જીવા અને પુદ્ગલાની ગતિમાં જે સહકારી કારણ હોય, તેને ધર્માસ્તિકાય કહે છે. જીવા અને પુદ્ગલાના ગમન કરવું તે સ્વભાવ જ છે, એ ગમન-ક્રિયામાં ઉપાદાનકારણ તે પોતે જ હાય છે; ધર્માસ્તિકાય સહાયકમાત્ર હાવાથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે નદી અથવા સમુદ્રમાં અવગાહન કરવાવાળા મચ્છામાં ગમન કરવાની પેાતાની જ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને પોતે જ તે ગતિ કરે છે, પરન્તુ જલ તેની ગતિમાં સહાયરૂપ નિમિત્ત કારણ થાય છે પરન્તુ મચ્છ જો સ્થિર રહેવાની ઈચ્છા કરે તેા જલ તેને ગમન કરવા માટે પ્રેરણા કરતું નથી.
(ર) અથવા જેવી રીતે-માટીથી તૈયાર થતા ઘડામાં ઠંડા અને ચાક નિમિત્ત કારણ હાય છે.
અવગાહન કરનારા દ્રવ્યના અવગાહનમાં
(૩) અથવા જેવી રીતે-પાતે જ આકાશ નિમિત્ત કારણ હોય છે.
(૪) અથવા જેવી રીતે પાણી વરસવાથી ખેડુત પોતે જ ખેતીના કામના આરભ કરે છે, ખેતીના આરંભ કરવાવાળા ખેડુતાના ખેતી કાર્યના આરમ્ભમાં વૃષ્ટિ ( વરસાદ ) સહકારી કારણ હોય છે.
(૫) એક શાસ્ત્રીય દૃષ્ટાંત બીજી પણ દૃષ્ટિગોચર થાય છેઃ—
',,
કરવાવાળા
“હું સિદ્ધ સ્વરૂપ છું. હું અનન્ત સુખનું ભાજન-પાત્ર છું.” આ પ્રકારની ભાવનાપૂર્વક, વ્યવહાર નયથી શુદ્ધ સિદ્ધ ભગવાન-પરમાત્માનું ધ્યાન અને નિશ્ચયનયથી નિવિકલ્પ ધ્યાનમાં પરિણત થવા વાળાને જે સિદ્ધ-ગતિ પ્રાપ્ત થાય છે તેમાં ઉપાદાન કારણુ ધ્યાન કરવાવાળા પોતે ભવ્યાત્મા છે; અને પ્રેરણારહિત નિષ્ક્રિય તથા અમૂર્તિક હાવા છતાં પણ સિદ્ધ ભગવાન તેમાં સહાયક હોવાથી નિમિત્ત કારણ થઈ જાય છે.
એ પ્રમાણે અમૂર્તિક, નિષ્ક્રિય અને પ્રેરણારહિત ધર્માસ્તિકાય પશુ જીવ અને પુઠૂગલાનાં ગતિરૂપ પરિણામમાં સહાયક હાવાથી નિમિત્ત કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫