________________
દ્રવ્ય વિભાગ (ભેદ - ૬)
દ્રવ્યના ભેદ– દ્રવ્યના છ પ્રકાર છે-(૧) ધર્મ (૨) અધર્મ (૩) આકાશ () કાલ (૫) પુદ્ગલ અને (૬) જીવ. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે
“ભગવાન ! દ્રવ્ય કેટલાં કહી છે ગૌતમ! છ દ્રવ્ય કહેલા છે. તે આ પ્રમાણે-ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધા–સમય.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે
“ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવને સર્વજ્ઞ સર્વદશી જિન ભગવાને લંકસંજ્ઞા આપી છે” | ૭ |
ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્ય એક-એક છે, કાલ, પુદ્ગલ અને જીવ અનન્ત-અનન્ત દ્રવ્ય છે. ” | ૮ |
કાલ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. “અસ્તિ” એ તિન્ત રૂપ જણાતું એક અવ્યય છે, અને પ્રદેશનું વાચક છે. જે પોતાના સ્થાનથી
ચુત નહિ થવા વાળા, અર્થાત્ દ્રવ્યની સાથે જ જોડાઈ રહેલા નિર્વિભાગ–જેને ફરી ભાગ ન થઈ શકે તે ખંડ, પ્રદેશ કહેવાય છે. પુદ્ગલ ગલનસ્વભાવ વાળા છે, તે કારણે જ્યારે તે નિર્વિબાગ ખંડ પુગલના સ્કંધ અથવા દેશથી છુટા થઈ જાય છે ત્યારે તે ખંડ પરમાણુ કહેવાય છે. જ્યારે તે પરમાણુ યુદ્ગલના કંધ અથવા દેશમાં ફરીને મળી જાય છે ત્યારે તે પરમાણુના બદલે ફરી પ્રદેશ કહેવાય છે, આ અભિપ્રાયે ભગવાને પુદ્ગલાસ્તિકાલયના ચાર ભેદ બતાવ્યા છે. (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ
કાયને અર્થ છે–સમૂહ, જેમાં અથવા જેનાં પ્રદેશોના સમૂહ હોય તે અસ્તિકાય કહેવાય છે, અસ્તિકાય અર્થાત્ પ્રદેશના સમૂહ વાળા, ધર્મરૂપ અસ્તિકાય ધમસ્તિકાય સમજવું જોઈએ. એ જ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલા સ્તિકાય અને જીવાસ્તિકાય, એ અસ્તિકાયોનાં નામ છે.
કાલિદ્રવ્ય-પ્રદેશોના સમૂહ૫ નહિ હેવાથી અસ્તિકાય નથી તેથી કાલ એ “કાલાસ્તિકાયકહેવાય નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪