________________
“ભદ્રા કરણમાં કરેલું કામ પ્રથમ તે સિદ્ધ થતું નથી, કદાચિત્ સિદ્ધ પણ થાય તે સેલમે મહિને આવતાં તેને સમૂળ વિનાશ થાય છે.” | ૧ | - ભદ્રા શુકલ પક્ષમાં ચોથ તથા એકાદશી તિથિના ઉત્તરાર્ધમાં રહે છે, અને આઠમ તથા પૂનમના દિવસે તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
કૃષ્ણપક્ષમાં ત્રીજ અને દશમીના દિન તિથિના ઉત્તરાર્ધમાં અને સાતમ તથા ચૌદશના દિન તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
તિથિના ઉત્તરાર્ધમાં રહેવાવાળી ભદ્રા દિવસને વ્યાપ્ત કરતી હોય, અને પૂર્વ ભાગમાં રહેવાવાળી રાત્રીને વ્યાપ્ત કરતી હોય તે કઈ દેષ નથી.
- ત્રીશ ઘડીની ભદ્રાની છેલ્લી ત્રણ ઘડીએ પૂછ કહેવાય છે અને ભદ્રાની તે પૂંછ શુભ છે.
શકુનિ, ચતુપદ, નાગ અને કિસ્તુદન નામના કરણ કૃષ્ણ પક્ષની ચૌદશ, અમાવાસ્યા, શુકલ પક્ષના પડવાના વેગથી ભાવિત હેવાથી ત્યાજ્ય બની જાય છે, બાકી બે કરણ સીવિલેચન અને ગરાદિ નામના સાધારણ છે. પરમ્પરા જાણવાવાળાને આ પ્રમાણે મત છે.
ગણિવિદ્યાપ્રકીર્ણ કકારે દીક્ષાના વિષયમાં ચતુષ્પદ અને નાગ નામના બે કરણોને ઉત્તમ માન્યા છે. તેણે કહ્યું છે કે –“ના વડcq ચાર સૈનિકરવમળ નાગ અને ચતુપદ નક્ષત્રમાં નિષ્ક્રમણ કરવું જોઈએ, અર્થાત્ શિષ્યને દીક્ષા આપવી જોઈએ. તેમનું આ કથન બરાબર નથી, કારણ એ છે કે નિષ્કમણમાં-દીક્ષામાં-- અમાવાસ્યા નિષિદ્ધ માની છે, એટલા માટે અમાવાસ્યાના વેગથી ભાવિત ઉપર કહેલા બન્ને કારણે ઉત્તમ હોય તે વાત અસંભવ છે.
લગ્ન વિચાર
(૮) લગ્ન-વિચાર– દીક્ષા અંગીકાર કરવામાં મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન–લગ્ન શુભ છે. બાકીના ચાર ત્યાજ્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭