________________
કરણ વિચાર
(૭) કરણ-વિચાર– કરણ અગિઆર હોય છે. (૧) બવ (૨) બાલવ (3) કૌલવ (૪) વિલોચન (કેઈ કોઈ એને “તૈતિલ' પણ કહે છે) (૫) ગરાદિ (તેનું ગર' નામ પણ છે) (૬) વણિજ (૭) વિષ્ટિ (૮) શકુનિ (૯) ચતુષ્પદ (૧૦) નાગ (૧૧) કિંતુન.
આ અગિયાર કરણેમાં બવથી લઈને વિષ્ટિ સુધી સાત કરણ ચર છે; અને છેલ્લા શકુનિ આદિ ચાર સ્થિર છે.
બવથી લઈને વિષ્ટિ સુધીના સાત કરણ કઈ એક તિથિમાં નિયમિત રહેતા નથી તે કારણથી તેને ચર કહે છે, શકુનિ આદિ છેલ્લાં ચાર, કૃષ્ણ પક્ષની ચૌદસ, અમાવાસ્યા તથા શુકલ પક્ષની પ્રતિપદા-પડ તિથિમાં નિયમિત રહે છે એટલે તે સ્થિર કહેવાય છે. આ વિષયનું વિવેચન જંબૂઢીપપ્રજ્ઞપ્તિના સાતમા વક્ષસ્કારમાં સ્પષ્ટ રૂપથી કરેલું છે, ત્યાં કહ્યું છે –
“હે ભદંત ! આ અગ્યાર કરણામાં કેટલા કરણું ચર અને કેટલા કરણ સ્થિર કહેવામાં આવ્યા છે ?, હે ગૌતમ! સાત કરણું ચર અને ચાર કરણ સ્થિર કહેવામાં આવ્યા છે” ઈત્યાદિ
આ સ્થળે દિન શબ્દને અર્થ છે કે-તિથિને પૂર્વાર્ધ ભાગ, અને રાત્રી શબ્દને અર્થ છે કે-તિથિને ઉત્તરાર્ધ ભાગ.
એ અગિયાર કરણામાંથી બવ, બાલવ, કૌલવ અને વણિજ, આ ચાર કરણ શુભફલદાયક છે.
વિષ્ટિકરણનું બીજું નામ ભદ્રા છે. દીક્ષા આદિ કાર્યોમાં તે ભદ્રા ત્યજવા ગ્ય છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬