________________
સમજતા નથી. અર્થાત્ તેમને એ જ્ઞાન થયું નથી કે-“આ પાપકૃત્યોથી મને કમને બંધ થશે. પરંતુ આ વાયુકાયના વિષયમાં શસ્ત્રોને આરંભ નહિ કરવાવાળા સાવદ્ય વ્યાપારને જ્ઞપરિજ્ઞાથી જાણે છે, અને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યજી દે છે રૂપરિજ્ઞાપૂર્વક પ્રત્યાખ્યાનપરિજ્ઞા જે પ્રમાણે હોય છે. તે બતાવે છે–વાયુકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને હેય-ઉપાદેયને વિવેક રાખવાવાળા પુરુષ પોતેજ વાયુશને આરંભ કરે નહિ બીજા પાસે વાયુશન્સને આરંભ કરાવે નહિ. અને વાયુશાસ્ત્રને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ.
જે વાયુકાયસંબંધી એ આર ને અર્થાત્ સાવધ વ્યાપારેને જ્ઞપરિજ્ઞાથી “કમબધનું કારણ છે.” એમ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યજી દીધા છે, તે ત્રણ કરણ અને ત્રણગથી ત્યાગ કરવાવાળા મુનિ હોય છે.
કહ્યું છે—
શંકા-ત્રણ કરશું અને ત્રણગથી વાયુકાયની વિરાધનાને ત્યાગ કરવાવાળા જ મુનિ હોય છે. આ વચન કેવી રીતે સાચું હોઈ શકે છે? ચાલતાં, બેસતાં, રેકાતાં, સુતાં, ભેજન કરતાં અને ભાષણ કરતાં વાયુકાયની વિરાધનાથી બચી શકાતું નથી. એવી દશામાં મુનિ કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે રોકાય, કેવી રીતે સુવે, કેવી રીતે ભેજન કરે અને કેવી રીતે બેલે ?
સમાધાન-મુનિએ પિતાની સર્વ ક્રિયાઓ યતનાપૂર્વક કરવી જોઈએ, ભગવાને
યતનાપૂર્વક ચાલે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક કાય; યતનાપૂર્વક સુવે, યતના પૂર્વ ભજન કરે, અને યતનાપૂર્વક લે તે (સાધુ) પાપ કમને બંધ કરતા નથી..૧૫
શકા–જવા આવવામાં યતના સરલતાપૂર્વક થઈ શકે છે, પરંતુ બલવાની યતના કેવી રીતે કરવી જોઈએ? બોલવામાં વાયુકાયની વિરાધના કેઈ પણ પ્રકારથી ટળી શકતી નથી, તે મુનિ કેવી રીતે ભાષણ કરે? ભાષણ કરવામાં વાયુકાયની વિરાધનાની સાથે સર્વત્ર વ્યાપ્ત નાના-નાના સંપાતિમ જીવોની વિરાધના પણ અવશ્ય થાય છે. આ ઉદ્દેશમાં બતાવવામાં આવ્યું છે કે-સંપાતિમ જીવ વાયુના વેગથી ખેંચાઈને આવી પડે છે અને વાયુના સ્પર્શથી સંઘાત-(સમુદાય)ને પામે છે, મૂછિત થઈ જાય છે. અને મરણ પણ પામે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭ ૩