________________
ટીકાથ–વાયુકાયની હિંસાથી અનેક પ્રકારનાં પ્રાણીઓને ઘાત કેવી રીતે થાય છે. તે હું કહું છું –સંપાતિમ–ઉડી-ઉડીને પડવાવાળા અનેક જીવ વાયુકાયના આશ્રયે રહે છે. તે સંપાતિમ જીવ, પંખા, તાડપત્ર, વસ્ત્ર આદિથી ઉદીરણા કરાએલા વાયુકાયદ્વારા આઘાત પામીને પડી જાય છે. અર્થાત્ વાયુના વેગથી ખેંચાઈને ગભરાએલા વાયુકાયની સાથેજ જોડાઈ જાય છે.
અહીં સ્પર્શને અર્થ છે–સ્પર્શવાન અર્થાત્ વાયુ કઈ-કઈ વાયુના વેગથી આહત-તાડન કરાએલા જીવ સંધાત-જથાપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પરસ્પર ઘસડાઈને સંકોચાઈ જાય છે.
વાયુકાર્યમાં પડેલા જે જ સંકોચાઈ જાય છે તે વાયુકાયના આઘાતથી મૂછિત થઈ જાય છે-તેની ચેતના નાશ પામી જાય છે. અને જે મૂછિત થઈ જાય છે તે પ્રાણથી રહિત પણ થઈ જાય છે અર્થાત્ મરણ પામે છે.
વાયુકાયના શસ્ત્રને આરંભ કરવાથી, એકલા વાયુકાયના જીવેનીજ વિરાધના થાય છે એટલું જ નહિ પરંતુ સર્વ દિશાઓમાં ફરવાવાળા સંપાતિમ જીની તથા અન્ય અનેક પ્રકારના જીવોની ઘાત થવી તે પણ અનિવાર્ય છે. સૂ. પા.
આ પ્રમાણે વાયુકાયની સચિત્તતા સમજીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રણ કરણ ત્રણ રોગથી વાયુકાય સમારંભ ત્યાગ કરવા ચોગ્ય છે. એ આશયથી સૂત્રકાર કહે છે “પુત્ય રહ્યું. ઈત્યાદિ.
વાયુવિરાધનાપરિહાર
મલાથ-વાયુકાયના વિષયમાં શરૂને વ્યાપાર કરવાવાળાએ એ વ્યાપારને કર્મબંધનું કારણ સમજતા નથી, વાયુકાયમાં શોને વ્યાપાર નહિ કરવાવાળા તે વ્યાપારને કર્મબંધનું કારણ સમજે છે. તેને જાણુને વિવેકી પુરૂષ પોતે વાયુશસ્ત્રને આરંભ કરે નહિ, બીજા પાસે વાયુશસ્ત્રને આરંભ કરાવે નહિ, અને વાયુશઅને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. જે વાયુકાયના શસ્ત્રોના વ્યાપારને જાણે છે તેજ મુનિ છે. તેજ સાવદ્ય વ્યાપારના ત્યાગી છે. આવું-( આ પ્રમાણે) હું કહું છું. I સૂ. ૬ /
ટીકાર્ય–વાયુકાયના વિષયમાં પૂર્વોક્ત શસ્ત્રોને ઉપયોગ કરવાવાળા, ત્રણ કરણ ત્રણ વેગથી કરવામાં આવતા અને વાયુકાયના ઘાતક સાવદ્ય વ્યાપારને કર્મબંધનું કારણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૨