________________
અણગાર હોવાનું અભિમાન કરવાવાળાઓ દ્રવ્યલિંગી (સાચા) અણગારના ગુણોમાં જરા પણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થાના કેઈ પણ કાર્યને ત્યાગ કરતા નથી તે આગળ કહે છે.
દ્રવ્યશસ્ત્ર અને ભાવશસ્ત્રના ભેદથી શસ્ત્ર બે પ્રકારના છે, દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે. (૧) સ્વકાય, (૨) પરકાય, (૩) ઉભયકાયશસ્ત્ર, ઉષ્ણવાયુ, શીતવાયુને અને શીતવાયુ, ઉષ્ણવાયુને તથા પૂર્વાદિ દિશાઓના વાયુને પશ્ચિમ આદિ દિશાઓને વાયુ સ્વાયશસ છે. વાંસને બનાવેલ તથા તાલપત્રને બનાવેલ પંખે, સૂપડા, ચામર, પત્ર, વસ્ત્રખંડ અને અભિધારણ આદિ, તાપથી પીડિત પુરુષ હવા આવવાના રસ્તામાં થોભી જાય છે, તેને અભિધારણ કહે છે.
તથા-ચન્દન, ખસખસ, આદિની ગંધ, અગ્નિ, અગ્નિની વાલા, તાપ આદિ તથા મૂસળથી કૂટવું, છાલ કાઢવા માટે, સૂપડાથી ઝાટકવું, ધૂળ-રેતી વગેરેને ખંખેરવા માટે વસ્ત્ર વગેરેને ઝાટકવું–પછાડવું, તથા જલદી–જલદી ચાલવું તે પણ વાયુકાયનું વિરાધક પરકાય શસ્ત્ર છે. ઉઘાડા-ખૂલ્લા મેઢે બોલવું તે ઉભયકાયશસ્ત્ર છે. આ સર્વ વાયુકાયનાં દ્રવ્યશાસ્ત્ર છે, મન, વચન અને કાયાને અપ્રશસ્ત (વખાણવા લાયક નહિ તે) વ્યાપાર તે ભાવશસ્ત્ર છે. આ નાના પ્રકારના શાથી દ્રવ્યલિંગી વાયુકાયની હિંસા કરવાવાળાએ સાવદ્ય વ્યાપાર કરીને વાયુકાયની હિંસા કરે છે.
વાયુકાય કી હિંસા મેં ષજીવ નિકાયરૂ૫ લોક કી હિંસા
જે વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે તે કાયરૂ૫ સમસ્ત લેકની હિંસા કરે છે. એ કહે છે-વાયુકાયની વિરાધના કરવાવાળા પૂર્વોક્ત દ્રવ્ય અને ભાવશસ્ત્રને વાયુકાયના પ્રતિ પ્રયોગ કરવાવાળા વાયુકાયથી ભિન્ન અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ સ્થાવરની, તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવેની પણ હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૮