________________
દ્રવ્યલિંગીકૃત વાયુકાયવિરાધના
સંસારમાં તરેહ-તરેહના દ્રવ્યલિંગી છે, તેમાંથી શાક્ય આદિ પંખા વગેરેથી વાયુકાયને આરંભ કરે છે, કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપે છે, અને સંપતિમ (ઉડીને અચાનક આવવાવાળા) આદિ ની હિંસા કરીને
કાયના વિરાધક બને છે. ઠંડી પણ “અમે પંચમહાવ્રતધારી તથા જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણગાર છીએ.” આ પ્રમાણે કહેતા થકા સાવધને ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધ મનાએલા વાયુકાય સમારંભ કરે છે અને કરાવે છે. તે ખુલ્લા મુખથી-ઉઘાડા મોઢેબેલે છે અને ગાય છે, તથા અશપૂજા વગેરેમાં વિવિધ પ્રકારથી વાઘ અને નૃત્ય આદિ કરાવે છે. આ સર્વે મિથ્યાદર્શનશલ્ય નામનું પાપ છે. તે એનું આચરણ કરે છે. જેમ કહ્યું –
ગાવું, નાચવું, બજાવવું, મીઠું, જલ, આરતી કરવી, દીપક-દી બાળ આદિ જેટલાં કાર્ય છે, તે સર્વ અગ્રપૂજામાં કરવામાં આવે છે.” | ૧છે.
તથા તે દ્રવ્યલિંગી-દંડી “સત્તરપ્રકારની પૂજામાં પણ હમેશાં નૃત્ય અને વાદ્યવાત્ર આદિ કિયાએ કરવી જોઈએ.” એ ઉપદેશ આપે છે.
તથા એકવીસભેદી પૂજામાં પણ નૃત્ય, ગીત, વાત્ર તથા ચામર અને પંખા આદિ દ્વારા વાયુકાય સમારંભ કરાવે છે. જેમ કહ્યું પણ છે–
“સ્નાન, વિલેપન, આભૂષણ, પુષ, વાસ, ધૂપ, દીપ, ફલ,ચોખા, પત્ર, સોપારી,નૈવેદ્ય, જલ, વસ્ત્ર, ચામર, છત્ર, વાત્ર, ગીત, નાટક, સ્તુતિ અને કેશવૃદ્ધિ (ધર્માદાના નામે નાણું-ધન–નીવૃદ્ધિ) આ પ્રમાણે એકવીસ પ્રકારની જિનભગવાનની પૂજા થાય છે.”
વિશેષ શું કહીએ, તે એટલે સુધી પણ કહે છે કે જિનરાજની ભક્તિમાં મસ્ત થઈને અગર સાધુ પણનાચ કરવા લાગે તે પણ કેઈ દેષ નથી અર્થાત્ તે આરાધક છે. રા.
સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે-“તી વસ્તુ ઈત્યાદિ.
મૂલાઈ–ભગવાને વાયુકાયના આરંભના વિષયમાં ઉપદેશ આપે છે. આ જીવનના પરિવંદન, મનન અને પૂજા માટે, જન્મ, મરણથી છુટવા માટે, દુઃખને નાશ કરવા માટે. લેક સ્વયં–પિતે વાયુકાયશસ્ત્રનો આરંભ કરે છે, બીજા પાસે વાયુકાયશસ્ત્રને આરંભ કરાવે છે. અને વાયુકાયશઅને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. તે એના (પિતાના) અહિત માટે અને તેમની અબાધિને માટે છે. ૩
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૯