________________
વાયુકાય પરિમાણ
પરિમાણહાર– બાદરપર્યાપ્તવાયુકાયના જીવ સંવર્તિત લોક પ્રતરના અસંખ્યાતમાં ભાગવત પ્રદેશના બરાબર છે. બાકી ત્રણ પ્રત્યેક રાશીઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએ–બાદર અપકાયના પર્યાપ્ત જીવોની અપેક્ષા વાયુકાયના બાદર પર્યાપ્ત અસંખ્યાત ગણા છે. અપકાયના અપર્યાપ્ત બાદર જીવથી વાયુકાયના અપર્યાપ્ત બાદર અસંખ્યાત ગણા છે. અપકાયના સૂક્ષ્મ અપર્યાપ્ત જીવથી સૂકમ વાયુકાયના અપર્યાપ્ત વિશેષ અધિક છે. અપૂકાયના સૂફમપર્યાપ્ત જીવાથી, સૂક્ષમ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. તે સૂ ૧૫
વાયુકાયના સમારંભને સર્વથા ત્યાગ કરવાવાળા મુનિઓને અને વાયુકાયના સમારંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓને જુદા-જુદા બતાવવા માટે કહે છે – “ Tri' ઈત્યાદિ.
વાયુકાય શસ્ત્ર
શસ્ત્રદ્વાર– મૂલાથ–વાયુકાયના સમારંભમાં સંકેચ કરવાવાળા અણગારેને જૂદા જાણે, અને કઈ-કઈ “અમે અણગાર છીએ' એવું કહેનારા અને નાના પ્રકારના શસ્ત્રોથી વાયુકાય સમારંભ કરીને, વાયુકાય સમારંભ કરતા થકા બીજા અનેક પ્રકારના પ્રાણિઓની હિંસા કરે છે. તેને પણ જૂદા-જૂદા જાણે છે સૂ૨ /
ટીકાથ–પરમ કરુણાથી આદ્ર-ચિત્ત હોવાના કારણે વાયુકાયના સમારંભથી વિમુખ, વાયુકાયના સમારંભનો સર્વથા ત્યાગ કરવાવાળા અણગાર જુદા છે-કેઈ અવધિજ્ઞાની, કઈ મન પર્યયજ્ઞાની અને કેઈ કેવલજ્ઞાની છે, અને કેઈ મતિ–શ્રત જ્ઞાનના ધારક ભાવિતાત્મા સાધુ છે, તેને જુએ. અથવા તેને દ્રવ્યલિંગિથી જૂદા જાણે, તે અણગાર વાયુકાય સમારંભ કરવામાં ભીત (બીવા વાળા) છે, ત્રસ્ત છે, ઉદ્વિગ્ન છે. તથા ત્રણ કરણ ત્રણ યોગથી વાયુકાય સમારંભ કરવાના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે અણગાર છીએ.” આ પ્રમાણે અભિમાનપૂર્વક કહે છે. કે “અમે જ વાયુકાયની રક્ષા કરવાવાળા પંચમહાવ્રતધારી છીએ.” એ બકવાદ કરનારા દ્રવ્યલિંગી છે. તેને અણગારોથી જૂદા જાણે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૭