________________
વાયુકાયલક્ષણ
લક્ષણદ્વારે— શંકા–વાયુ સચિત્ત છે એ વાત કેવી રીતે જાણી શકાય?
સમાધાન–પ્રથમ અનુમાનપ્રમાણ લઈએ-વાયુ ચેતનાયુક્ત છે, કેમકે તે બીજાની પ્રેરણા વિના અનિયતરૂપથી તિરછી ગતિ કરે છે, જેમ-હરણ, રોઝ આદિ. હેતુમાં “અનિયત' વિશેષણ લગાવી દેવાથી પરપ્રેરણાને અભાવ અને તિરછી ગતિ હોવા છતાંય પણ પરમાણુથી વ્યભિચાર થતું નથી, પરમાણુ બીજાની પ્રેરણા વિના જે ગતિ કરે છે, તે ગતિ શ્રેણી–અનુસાર નિયતજ હોય છે, અનિયત નહિં.
આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
“વાયુ સંચિત કહેવામાં આવ્યું છે. તે અનેક જીવવાળો છે અને તે જેનું અસ્તિત્વ પૃથ-પૃથફ (જુદું-જુદં) છે, માત્ર શસ્ત્રપરિણુત વાયુ સચિત્ત નથી.”
વાયુકાય પ્રરૂપણા
પ્રાપણદ્વાર– વાયુકાય બે પ્રકારના છે. (૧) સૂયમ અને (૨) બાદર. સૂક્ષ્મ જીવ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. અને બાદર, લેકના એક-દેશમાં રહે છે. બાદર પાંચ પ્રકારના છે. (૧) ઉત્કલિ. કાવાત, (૨) મંડલિકાવાત, (૩) ગુંજાવાત, (૪) ઘનવાત અને (૫) શુદ્ધવાત.
પિરસ્ય આદિ જે ભેદ લોકવાદીના પ્રકરણમાં પહેલાં બતાવ્યાં છે, તે સર્વે આ ભેદમાં અન્તર્ગત થઈ જાય છે. જરા–રહી-રહીને ઉત્કલિકાપમાં વહેવાવાળો વાયુ તે ઉત્કલિકાવાત છે. વાલીપ વાયુને મંડલિકાવાત કહે છે. ગૂંજી ગૂંજી ને વહેવાવાળી હવાને જાવાત કહે છે. પૃથ્વી આદિના આધાર પર સ્થિતિ હિમપટલ સમાન અત્યન્ત સઘન વાયુને ઘનવાત કહે છે. શીતકાલ આદિમાં ધીમે-ધીમે વહેતે વાયુ તે શુદ્ધવાયુ છે.
સંક્ષેપથી વાયુકાયના ત્રણ ભેદ છે. (૧) સચિત્ત (૨) અચિત અને (૩) મિશ્ર. ઉત્કાલિકાવાત આદિ સચિત્ત છે. ઉદગાર અને ઉદાસ આદિ અચિત્ત છે. અને સચિન તથા અચિત્ત એ બંને એક સાથે મળેલા હોય તે વાયુ મિશ્ર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૬