________________
આ પ્રમાણે બીજાના સુખ અને દુઃખજ પોતાના સુખ-દુઃખના રૂપમાં પરિણત થઈ જાય છે. આ પ્રમાણે જે તેના કાર્ય–કારણ ભાવને જાણે છે, તે જ પોતાના આત્માનાં સુખ-દુઃખના જ્ઞાતા હોય છે.
બીજાનાં સુખ-દુઃખનાં જ્ઞાતા જ પોતાના સુખ-દુઃખને જાણે છે. આ કથનમાં હેતુ બતાવતા થકા કહે છે કે –
આ સુખ અને દુઃખ બીજાનાં અને આપણાં સમાન છે.” કહ્યું છે કે
લાકડીથી અથવા કાંટાથી પગમાં વિધાઈ જવાની વેદનાથી પીડિત પુરુષને જે અંતર્વેદના થાય છે, તેવી જ સર્વ જીવોને વેદના) થાય છે.”
“જેમ મને દુઃખ પ્રિય નથી, તે પ્રમાણે બીજા પ્રાણીઓને પણ દુઃખ પ્રિય નથી.” બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
તારે મરવું જ સારું છે.” એ પ્રમાણે સાંભળવાથી પુરુષને જે દુઃખ થાય છે. તે અનુમાનથી બીજાની રક્ષા કરવી જોઈએ. / ૧ /
જે પુરૂષ સ્વ–પરના પિતાનાં અને પારકાના) સુખ-દુઃખને સમાન સમજે છે, તે વાયુકાયની વિરાધના કરતા નથી. તે વાત કહે છે
જિન શાસનમાં પોતાનાં અને બીજાના સુખ-દુઃખને સમાન સમજીને જે ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે, અથવા પાપમય વ્યાપારના ત્યાગી છે. તથા રાગ દ્વેષથી રહિત છે, અથવા કર્મોનું નિવારણ કરવાવાળા સંયમથી વિભૂષિત છે તે પંખા આદિથી વાયુકાય સમારંભ કરીને પોતાના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા કરતા નથી.
જિનાગમમાં કહેલા ચરણ-કરણનું સેવન કરવાવાળા પિતાના પ્રાણની રક્ષા કરવા માટે પણ બીજા ની હિંસા કરવાની અભિલાષા કરતા નથી. તે નેત્રથી નહિ દેખાતા વાયુકાયના જીવોની વિરાધનાથી પણ નિવૃત્ત હોય છે, તે પછી નેત્રથી જોઈ શકાય તેવા બીજા પૃથ્વીકાય આદિના છની વિરાધનામાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે છે? કોઈ પ્રકારે પણ થઈ શકતા નથી.
વાયુકાયનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારાનું નિરૂપણ કરવું જોઈએ. તેમાંથી લક્ષણ, પ્રફ પણ, પરિમાણ, શસ્ત્ર અને ઉપભોગ દ્વારેનું ક્રમથી નિરૂપણ કરે છે, શેષ-(બાકી) વધ, વેદના અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યા છે, તેવી જ રીતે અહિં સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૫