________________
જે બહારને જાણે છે તે અધ્યાત્મને જાણે છે. આ (સુખ-દુઃખ) બીજાઓને પણ આપણું સમાન છે.
ઉપશમને પ્રાપ્ત અને રાગ-દ્વેષથી રહિત સંયમી પુરૂષ પરની-બીજાની હિંસા કરીને પિતાના જીવનની ઈચ્છા કરતા નથી. સૂ૦ ૧ /
ટીકાથ—કષ્ટમય જીવન અથવા દુઃખને આતંક કહે છે. શારીરિક અને માનસિક ભેદથી દુઃખ બે પ્રકારનાં છે. કંટક અર્થાત શસ્ત્ર આદિથી થવાવાળાં દુઃખ શારીરિક કહેવાય છે. પ્રિયવિયોગ અને અપ્રિયસંગ, ઈષ્ટની અપ્રાપ્તિ અને દરિદ્રતા આદિથી થનારા દુઃખે તે માનસિક કહેવાય છે. આ બન્ને પ્રકારનાં દુઃખરૂપ આતંકને જેવાવાળા આતંકદર્શી કહેવાય છે. અથવા ષડૂજીવનિકાય અથવા વાયુકાયના સમારંભથી થનારૂં દુઃખ આંતક કહેવાય છે, અને એને જેવાવાળા આતંકદર્શી છે. તે હિત– અહિતના વિવેકમાં કુશળ હેવાના કારણથી વાયુકાયના આરંભને અહિતકર સમજીને વાયુના આરંભને ત્યાગ કરવામાં સમર્થ હોય છે. મૂલમાં આવેલ “કુછ-gTષ્ણા? શદના કેટલાય અર્થ થાય છે. જેમકે-સંયમન, અકરણ-(નહિ કરવું) વર્જન, (ત્યાગવું) વ્યાવર્તન, (હવું) અને નિવૃત્તિ (યાગ).
આશય એ છે કે-વાયુકાયને આરંભ કરવાથી મને શારીરિક અને માનસિક સર્વ દુઃખ પ્રાપ્ત થશે, એ માટે એ આરંભ આતંકજનક હોવાના કારણે અહિતકર છે.” એ પ્રમાણે જાણવાવાળા એના સેવનરૂપ આરંભના ત્યાગમાં સમર્થ હોય છે.
જે અધ્યાત્મને અર્થાત પોતાના આત્મામાં સ્થિત સુખ-દુઃખને જાણે છે, તે બાહ્ય અર્થાત બીજાના સુખ-દુઃખને જાણે છે. મારા આત્માને વિષે અસાતવેદનીય કર્મના ઉદયથી દુઃખ આવ્યું છે, અને સાતા વેદનીય કર્મના ઉદયથી સુખ સ્વાનુભવસિદ્ધ છે. આ પ્રમાણે પિતાનાં આત્માનાં સુખ-દુઃખનું અનુમાન કરી શકે છે. એ અભિપ્રાયને પુષ્ટ કરવા માટે એજ વાત પલટાવીને કહે છે –જે બાહાને જાણે છે તે અધ્યાત્મને જાણે છે.
અર્થાત્ –જે પરાયા સુખ-દુઃખને જાણે છે, તે પિતાના આત્માના સુખ-દુઃખને જાણે છે. પરાયા-બીજાના અને પિતાના સુખ-દુઃખનું અનુકૂલ વેદના અને પ્રતિકૂલ વેદનરૂપ સ્વરૂપ સમાન છે.
અથવા–બીજાને પીડા પહોંચાડવાના ત્યાગ કરવાથી સુખરૂપ ફલ પ્રાપ્ત થાય છે. અને પીડા પહોંચાડવાથી દુઃખ મળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬૪