________________
પરિજ્ઞાપૂર્વક થવાવાળી પ્રત્યાખ્યાનપરિજ્ઞાનું સ્વરૂપ શાસ્ત્રકાર બતાવે છેત્રસકાયના આરંભને કર્મબંધનું કારણ જાણીને બુદ્ધિમાન અર્થાત્ હેય-ઉપાદેયને વિવેકી પુરૂષ પોતે ત્રસકાયના શસ્ત્રને ઉપયોગ કરે નહિ, બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને ઉપગ કરાવે નહિ, અને ત્રસકાયના શસ્ત્રને ઉપયોગ કરવાવાળાને અનુમોદન આપે નહિ.
જેણે ત્રસકાયને ઘાત કરવાવાળા સાવદ્ય વ્યાપારને જ્ઞપરિણાથી બંધનું કારણ સમજી લીધું છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યજી દીધું છે. તે ત્રણ કરણ, ત્રણ રોગથી સર્વસાવઘવ્યાપારોના જ્ઞાતા-જાણકાર પુરૂષ મુનિ હોય છે. “ત્તિ વેત્તિ' પદની વ્યાખ્યા પહેલાં પ્રમાણે સમજી લેવી જોઈએ. સૂ૦ ૮.
શ્રી આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશ સમાપ્ત. ૧દા
સપ્તમ ઉદ્દેશ (વાયુકાય)
સાતમે ઉદ્દેશવાયુકાયના જીવ નેત્રથી જોવામાં આવતા નથી, એ કારણથી વાયુની સચિત્તતામાં સ્વતઃ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પરંતુ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયના તથા દ્વીન્દ્રિય આદિ ત્રસ જીના સ્વરૂપને સમજી લેવાથી જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે, તે વાયુકાયને પોતે જ જાણું લે છે. એ આશયથી વાયુકાયસંબંધી આ અંતિમછેલ્લા સાતમા ઉ દેશને આરંભ કરવામાં આવે છે.
વાયુકાયની હિંસા ત્યાગવાથી સાધુતા પ્રાપ્ત થાય છે. એ વાત આગળ બતાવે છે–“દૂ પન્નર.” ઈત્યાદિ.
વાયુકાયવિરાધનવિવેક
મૂલાથ-દુઃખદર્શ પુરૂષ (વાયુકાયના આરંભને) અહિતકર જાણીને વાયુકાયના આરંભને ત્યજી દેવામાં સમર્થ હોય છે, જે અધ્યાત્મને જાણે છે. તે બહારને જાણે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૬ ૩