________________
અંગુલના એક આકાશપ્રદેશમાં અસંખ્યાત ગોળા, એક ગાળામાં અસંખ્યાત નિગોદ-શરીર અને એક-એક નિગદ શરીરમાં અનન્તજીવ જાણવા જોઈએ.” ૧૫.
નિગોદમાં રહેવા વાળા દરેક જીવને અલગ-અલગ તૈજસ અને કાશ્મણ શરીર હોય છે, અને પ્રત્યેક શરીર અનન્ત જ્ઞાનાવરણીય આદિ તથા અનન્ત અન્તરાય કર્મોની વગણએથી સંયુક્ત છે. તે એક વર્ગણા અનન્તસૂકમપરમાણુરૂપ હોય છે. આ વચનથી નિગોદના જીની સૂક્ષમતા સિદ્ધ થાય છે.
પૃથ્વીકાયના ઉદ્દેશમાં ત્રણ શરીર તથા અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના આદિનું નિરૂપણ કર્યું છે. તે વનસ્પતિકાય માટે પણ સમજી લેવું જોઈએ. અહિં વિશેષ વાત એ છે કે-વનસ્પતિના અને આકાર અનિયત (નિયમવગરને) હેય છે. બાકી તમામ પૂર્વ પ્રમાણે છે. એનું સ્થાન ઘોદધિવાતવલય આદિ છે. સંખ્યાની અપેક્ષા પૂર્વોકત સર્વ પ્રકારની વનસ્પતિ–સંખ્યા અનન્ત છે.
આદિના ભેદની અપેક્ષાએ, પ્રત્યેક-સાધારણ અપેક્ષાએ તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના ભેદની અપેક્ષાએ વનસ્પતિના હજારે ભેદ થાય છે. નિ આદિના ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે લાખે ભેદ થઈ જાય છે. વનસ્પતિની યોનિ સંવૃત છે. સંવૃતનિ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની હોય છે અને શીત ઉsણ તથા મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. આ પ્રમાણે ગણના કરવાથી પ્રત્યેક વનસ્પતિની દસ લાખ યોનિઓ છે, અને સાધારણવનસ્પતિની નિઓ ચૌદ લાખ છે.
વનસ્પતિ પરિમાણ
પરિમાણ દ્વાર– પ્રરૂપણા દ્વાર થયું. હવે પરિમાણુદ્વાર કહે છે-પર્યાપ્તબાદરપ્રત્યેક વનસ્પતિ જીવ, ચતુષ્કોણ કરેલી લેકણિના અસંખ્યાતમા ભાગવર્મી આકાશપ્રદેશની રાશિ-ઢગલાના બરાબર છે અને બાદરપર્યાપ્તતેજસ્કાયના જીથી અસંખ્યાતગણુ છે, અસંખ્યાત
કાકાશના પ્રદેશની બરાબર અપર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિકાયના જીવ છે. અને તે પણ અપર્યાપ્તબાદર તેજસ્કાયના જીથી અસંખ્યાતગણુ છે. પ્રત્યેક વનસ્પતિમાં સૂલમજીવ નથી, કેમકે–તેને શાસ્ત્રમાં કઈ સ્થાને ઉલ્લેખ નથી.
સાધારણ વનસ્પતિના જીવ સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના છે. આ ચારેય રાશિઓમાંથી પ્રત્યેક જીવરાશિની સંખ્યા અનન્ત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. તેમાં એટલી વિશેષતા સમજી લેવી જોઈએ—
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૦