________________
ઉપસંહાર
મૂલા અગ્નિશસ્રના આરંભ કરવાવાળા એ આરંભેાને જાણતા નથી. અગ્નિશસ્ત્રને આરંભ નહિ કરવાવાળા એ આરાને જાણે છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ સ્વયં અગ્નિશસ્ત્રના આરભ ન કરે, ખીજા પાસે અગ્નિશસ્રના આરંભ કરાવે નહિ. અને અગ્નિશસ્રના આરભ કરવાવાળાને અનુમેાદન આપે નહિ. જે આ સમારંભાના જ્ઞાતા--જાણકાર હોય છે તે મુનિ રિજ્ઞાતકમાં છે. એ પ્રમાણે હું (ભગવાનના વચનાનુસાર) કહું છું. (સૂ. ૧૦)
ટીકા-અગ્નિકાયમાં દ્રવ્ય અને ભાવરૂપ પૂર્વોક્ત શસ્ત્રના વ્યાપાર (ઉપયોગ ) કરવાવાળાને અર્થાત્—પચન-પાચન આદિ પાપમય કાર્ય--કરવાવાળાને એ જ્ઞાન હોતું નથી કે આ કાર્ય આઠ પ્રકારનાં કર્મોનાં બંધનું કારણ છે, કારણ કે અગ્નિકાયનાં શસ્ત્રના પ્રયાગ કરવાવાળાઓમાં પિરજ્ઞાને અભાવ હોય છે.
અગ્નિકાયમાં પૂર્વોક્ત શસ્ત્રના વ્યાપાર-ઉપયાગ નહિ કરવાવાળાને સાવદ્ય વ્યાપારીનું જ્ઞાન હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરી આપે છે.
જ્ઞપરિજ્ઞાની પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા કયા પ્રકારે ઉત્પન્ન થાય છે ? તે કહે છેઃઅગ્નિકાયના આરંભ કમબંધનું કારણ છે. એ પ્રમાણે જાણીને હેય–ઉપાદેયના વિવેકમાં પ્રવીણ—કુશળ સાધુમર્યાદાનું ધ્યાન રાખવાવાળા પાતે અગ્નિશસ્રના આરંભ કરતા નથી; ખીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરભ કરવાવાળાને અનુમેદન આપતા નથી. શેષ—માકીના ભાગ સુગમ છે.
અગ્નિના નિમિત્તથી થવાવાળા તથા કર્મબંધના કારણૢભૂત આ સર્વ પાપમય વ્યવહારના જેણે કમળ'ધના કારણે જ્ઞપરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગ કરી આપ્યા છે તેને પરિજ્ઞાતકર્મા મુનિ કહે છે. એવા મુનિ-મન, વચન, કાયાથી સમસ્ત સાવદ્યને કરવું, કરાવવું અને અનુમેાદન કરવુ તેના ત્યાગી હોય છે વૃત્તિ ત્રવૃમિની વ્યાખ્યા પ્રથમના સમાન સમજી લેવી જોઈએ, (સૂ. ૧૦ )
6
શ્રી આચારાંગસૂત્રની ‘આચારચિંતામણિ' ટીકાના ગુજરાતી-અનુવાદમાં પ્રથમ અધ્યયનના ચેાથા ઉદ્દેશક સપૂર્ણ, (૧–૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૦