________________
અગ્નિકાયને આરંભ કરવાથી પૃથ્વી આદિમાં આશ્રય કરીને રહેલાં સ્થાવર અને ત્રસ જીવેની વિરાધના જે પ્રકારે થાય છે, તે કહે છે –
કઈ-કઈ પ્રાણ બળતી અગ્નિને સ્પર્શ કરીને સંકેચાઈ જાય છે. તેની પાંખે વગેરે બળી જાય છે. અગ્નિમાં પડીને જે જીવ સંઘાતને પ્રાપ્ત થાય છે તે ગરમીથી મૂર્જિત થઈ જાય છે. અગ્નિમાં પડવાવાળા જીવ જે મૂછિત થઈ જાય છે તે પિતાના પ્રાણ પણ ઈ નાખે છે. અગ્નિને સમારંભ કરવાથી કેવલ અગ્નિકાયની વિરાધના થતી નથી, પરંતુ સર્વ દિશાઓમાં સંચાર કરવાવાળા ત્રસ અને ઘણાંજ સ્થાવર જીની પણ હિંસા અવશ્ય થાય છે. એ માટે ભગવાને કહ્યું છે
સાધુ અગ્નિને સળગાવવાની ઈચ્છા સુધી કરતા નથી, કારણ તે એક મહાન તીક્ષણ શસ્ત્ર છે. તે કેઈપણ બાજુથી દુસ્સહ છે–ચારેય તરફથી બાળે છે. ” ર છે
આ અનિશસ્ત્ર પૂર્વથી પણ અને પશ્ચિમથી પણ ઉપરથી અને વિદિશાઓની તરફથી પણ નીચેથી અને દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ બાળે છે. / ૨ /
અવિન જીવેને ઘાતક છે, તેમાં કાંઈ પણ સંશય નથી. સાધુ દીપક સળગાવવા તથા તાપવાને માટે તેને જરા પણ આરંભ કરતા નથી.” | ૩ | (દશવૈ. અધ્ય. ૬)
ફરી પણ કહે છે
સમાન ઉમરવાળા બે પુરૂષ પરસ્પર અગ્નિકાયને આરંભ કરે છે. એક પુરૂષ અગ્નિકાયને સળગાવે છે. બાળે છે અને એક બુઝાવે-ઓલવે છે. તે બેમાંથી કે પુરૂષ મહા કર્મ બાંધે છે. અને કણ અપ કર્મ બાંધે છે? હે ગૌતમ ! જે અગ્નિ સળગાવે છે–બળે છે તે મહા કર્મ બાંધે છે. અને જે અગ્નિ બુઝાવે છે. તે અ૫ કર્મ બાંધે છે.” (ભગવતી સૂત્ર.) (સ. ૯)
આ પ્રમાણે અગ્નિકાયની હિંસાથી ઘણા પ્રકારના છની હિંસા થાય છે. એ જાણ કરીને ત્રણ કરણ, ત્રણ યેગથી તથા કરવું, કરાવવું અને અનુમોદનાથી અગ્નિશસ્ત્રને સમારંભ ત્યજી દે જોઈએ, એજ વાત કહે છે-“લ્ય કહ્યું.” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૯