________________
અગ્નિ સમારમ્ભ મેં ઉસકે આશ્રિત અન્ય જીવોં કી હિંસા
અગ્નિશસ્ત્ર આરંભ કરવાવાળા અનેક પ્રકારના જીની વિરાધના કયા પ્રકારે (કેવી રીતે) કરે છે? તે સમજાવવા માટે, શ્રી સુધર્મા સ્વામી કહે છે-“મિઈત્યાદિ.
મૂલાઈ–તે હું કહું છું-જીવ પૃથ્વીના આશ્રિત છે. તૃણને આશ્રિત છે. પત્તાંપાંદડાને આશ્રિત છે. લાકડાને આશ્રિત છે. છાણને આશ્રિત છે. કચરાને આશ્રિત છે. સંપતિમાજીવ અચાનક આવીને અગ્નિમાં પડી જાય છે. જે સંકોચાઈ જાય છે. તે મૂછિત થઈ જાય છે, અને જે મૂછિત થાય છે તે મરી પણ જાય છે. (સૂ. ૯)
ટીકાથ—અગ્નિકાયની હિંસાથી ઘણાજ પ્રકારના અને ઘાત થાય તે હું કહું છું-પૃથ્વીના આશ્રયે રહેવાવાળા જીવ પૃથ્વીકાયની સાથે બીજા પણ ઘણા છે. જેમ કૃમિ કુંથવા, કીડીઓ, સાપ, દેડકાં, વીંછી કેકડા આદિ. એ કારણથી પૃથ્વી આશ્રિતને અર્થ અહિં પૃથ્વીકાયિક સ્થાવર તથા ત્રસ જીવ લેવા જોઈએ. વૃક્ષ અને વેલા-વેલ આદિ પણ તેમાં સમ્મિલિત છે. તથા તૃણ-આશ્રિત વનસ્પતિકાયના જીવ અને તૃણુના આશ્રયે રહેવાવાળ મચ્છર, કીડા અને ઘાસની જળ આદિ, તૃણ આશ્રિત કહેવાય છે. પત્તાં–પાંદડાંના આશ્રયે રહેવાવાળા મગધ દેશમાં પ્રસિદ્ધ ઘડન તથા કીટ પતંગ અને નીલગુ (લટ) આદિ જીવ છે. ઘુણ ઉધેઈ અને તેનાં ઈંડાં આદિ-લાકડાના સહારે રહેવાવાળા જીવ કાછનિશ્ચિત કહેવાય છે. અહિં કાષ્ટ શબ્દથી સૂકાં લાકડાં કાષ્ટ અને લીલાં કાષ્ટ, આ બને સમજવા જોઈએ, તથા છાણમાં આશ્રય કરીને રહેલાં ઝિંડાળા અને ભૂડા આદિ જીવ છે. આ પ્રમાણે કચરાના આશ્રયે રહેવાવાળા કૃમિ, કુંથુવા તથા કીડા વગેરે, આ સર્વ પ્રાણી છે.
ઉડી-ઉડીને પડવાવાળા ડાંસ, મચ્છર, માખી, પતંગ, પક્ષી અને પવન આદિ સંપતિમ છવ કહેવાય છે. એ સંપાતિમ જીવ આગની-અગ્નિની શિખાથી પોતે આકર્ષિત થઈને અગ્નિમાં પડી જાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૮