________________
પશ્ચમોદ્દેશક (વનસ્પતિ) ઉપક્રમ
પંચમ ઉદ્દેશકચોથા ઉદ્દેશકમાં સાધુતા પ્રાપ્ત કરવાને માટે અગ્નિકાયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ માટે જ કમ અનુસાર વાયુકાયનું સ્વરૂપ સમજાવવાના પ્રસંગે વનસ્પતિકાયનું સ્વરૂપ બતાવવાને માટે પાંચમાં ઉદ્દેશકને આરંભ કરે છે-“i ળો.” ઈત્યાદિ.
પ્રશ્ન–કમ પ્રમાણે વાયુકાયનું સ્વરૂપ શા માટે બતાવ્યું નથી અને વાયુકાયને છોડીને વનસ્પતિકાયના વિવેચનમાં કયે ઉદ્દેશ્ય છે?
ઉત્તર–વાત એ છે કે-વાયુકાય નેત્રથી પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. માત્ર સ્પર્શેન્દ્રિયથી તેની પ્રતીતિ થાય છે. આ કારણથી તેના વિષયમાં જલ્દી શ્રદ્ધા થતી નથી. હા, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવનું સ્વરૂપ સમજી લીધા પછી વાયુકાય સહજે સમજવામાં આવી જશે. ગુરુજન આક્રમને કામમાં લાવે છે, જે વડે કરી શિષ્ય જીવાદિ તના જ્ઞાનમાં ઉત્સાહિત થાય. આ કારણથી પ્રથમ વાયુકાયના સ્વરૂપને નહિ કહેતાં વનસ્પતિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે-“ ળો.” ઈત્યાદિ.
અથવા–ચેથી ઉદ્દેશકમાં અગ્નિકાયને “રીઢોવરાત્ર' તરીકે બતાવ્યું છે. દીર્ઘલેકને અર્થ વનસ્પતિકાય છે; એ આશયને સમજીને અગ્નિકાયના પ્રકરણની પછી જ શિષ્યને વનસ્પતિકાયના સ્વરૂપને જાણવાની ઈચ્છા હોય–થવી તે સ્વાભાવિક છે. જીજ્ઞાસાને અનુરૂપ આપેલો ઉપદેશ જ અધિક સકલ થાય છે, એ કારણથી શિષ્યની જીજ્ઞાસા તૃપ્ત કરવાને માટે પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિકાયનું વિવેચન કરવામાં આવે છે-“તળો. ઈત્યાદિ.
વનસ્પતિકાયની હિંસાથી નિવૃત્ત થયા પછીજ સાધુતા પ્રાપ્ત થાય છે, તે કયા પ્રકારે પ્રાપ્ત થાય છે. તે કહે છે-“સં . ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૧