________________
અગ્નિ વિરાધનાદોષ
મૂલાઈ–અગ્નિકાયના આરંભમાં સંકેચ કરવાવાળાને અલગ સમજે, અને “અમે અણગાર છીએ એ પણ કહેવાવાળા નાના પ્રકારનાં શો દ્વારા અગ્નિકને સમારંભ કરવાવાળા બીજા (વ્યલિંગી) અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૬)
ટીકાથ—અત્યન્ત દયાના કારણે અગ્નિકાયના સમારંભમાં હાર્દિકે સંકેચ કરવાવાળા, આજ કારણથી અગ્નિશસ્ત્રના સમારંભના ત્યાગી અલગ છે-જૂદા છે. એમાં કઈ અવધિજ્ઞાની છે, કઈ મન:પર્યયજ્ઞાની છે, કઈ કેવલજ્ઞાની છે. કેઈ પરોક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. તે સર્વ સૂક્ષમ અને બાદર અગ્નિકાયને સમારંભ કરવામાં ભીત-ભયવાન છે, ત્રસ્ત છે, ઉદ્વિગ્ન છે. અને ત્રણકારણ, ત્રણગથી અગ્નિકાયના સમારંભના ત્યાગી છે, તેને જુઓ.
એનાથી વિપરીત (ઉપર કહ્યા તેનાથી ઉલટો વ્યવહાર કરનારા) બીજા લોક અમે અણગાર છીએ, અમે અનિકાયની રક્ષામાં તત્પર છીએ, મહાવ્રતી છીએ.” એ પ્રમાણે અભિમાનની સાથે પ્રલાપ કરે છે તે દ્રવ્યલિંગી છે, તેને અલગ સમજે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા આ લેક સાધુઓના જરાપણ કર્તવ્યને કરતા નથી અને ગૃહસ્થનાં કાર્યોને ત્યાગ કરતા નથી. - તે લેક તરેહ-તરેહના દ્રવ્ય અને ભાવરૂપ અગ્નિકાયના શાસેથી અગ્નિકને આરંભ કરીને અર્થાત્ અગ્નિના નિમિત્તથી જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના કારણભૂત સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે.
અગ્નિકાયની હિંસામાં પ્રવૃત્ત પુરુષ પટકાયરૂપ સમસ્ત જીવેની હિંસા કરે છે. એજ બતાવે છે–અગ્નિને ઘાત કરવાવાળા-દ્રવ્યશસ્ત્ર અને ભાવશાસ્ત્રને અગ્નિના વિષયમાં પ્રયોગ કરવાવાળા અગ્નિકાય સાથે બીજા પૃથ્વીકાય આદિ સ્થાવરેની તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવોની હિંસા કરે છે.
સંસારમાં ઘણાજ દ્રવ્યલિંગી છે. “અમે પંચમહાવ્રતધારી સમસ્ત આરંભને ત્યાગ કરવાવાળા અને પકાયના રક્ષક અણગાર છીએ.” આ પ્રકારે કહેવાવાળા દંડી શાક્ય આદિ છે. તે પિતાને અણગાર કહેતા થકા પણ લેશમાત્ર અણગારના ગુણેમાં પ્રવૃત્તિ કરતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૪