________________
શાકય આદિ વચન, પાચન, તાયન તથા પ્રકાશ આદિ માટે અગ્નિકર્મને સમારંભ કરે છે, કરાવે છે અને કરનારને અનુમોદન આપે છે. તેથી તે પકાયના વિરાધક છે.
દંડી કહે છે કે –“અમે પંચમહાવ્રતધારી છીએ, જિનવચનના આરાધક અણગાર છીએ.” એ સાધ્વાભાસ સાવધને ઉપદેશ આપે છે. અને શાસ્ત્રનિષિદ્ધ અગ્નિકર્મને સમારંભ કરાવે છે.
શાસ્ત્રના વ્યાખ્યાન આદિમાં, દેવકુલ આદિમાં, પ્રતિમા પ્રતિશ્રય તથા પ્રતિષ્ઠા આદિમાં ધૂપ, દીપ અને હવન આદિ દ્વારા અગ્નિને આરંભ કરાવતા હેય તેવા દંડી જોવામાં આવે છે. તે એમ કહે છે કે સ્નાન કરાવીને, પુખેથી, ધૂપથી, ખીરથી, માલપૂવા તથા લાડુ આદિથી તથા વિવિધ પ્રકારનાં નૈવેદ્યથી પ્રતિમાની પૂજા કરવી જોઈએ. જિન ભગવાનની ડાબી તરફ ધૂપ રાખવો જોઈએ. અને જમણી તરફ ઘીને ભરેલો બળતે દીપક રાખવું જોઈએ. સામે ખીર, માલપૂવા, ઘેવર અને લાડું આદિ નૈવેદ્ય રાખવું જોઈએ. એ સર્વ અગ્નિકર્મના સમારંભ કર્યા વિના થઈ શકતાં નથી. તે લોક ઔષધી માટે કવાથ વગેરે; સુંઠના પાક આદિ, પીવા માટે ગરમ જલ અને ખાવા માટે વિધ-વિધ પ્રકારના આહાર બનાવરાવે છે. (સૂ. ૬).
સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“તરી વસ્તુઓ, ઈત્યાદિ.
મૂલાઈ_આ વિષયમાં ભગવાને બોધ આપ્યો છે. આ જીવન માટે વંદન, માનન, અને પૂજાને માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે તથા દુઃખનું નિરાકરણ કરવા માટે તે પિતે અગ્નિશસ્ત્રને આરંભ કરે છે, બીજા પાસે અગ્નિશસ્ત્રને આરંભ કરાવે છે, અને અગ્નિશસ્ત્રને આરંભ કરવાવાળા બીજાને અનુદન કરે છે. તે એના (પિતાના) અહિત માટે છે, તે અબોધિને માટે છે. (સૂ. ૭)
ટકાથ–અગ્નિકાયના સમારંભમાં શ્રી મહાવીરે સમ્યફ ઉપદેશ આપે છે. આશય એ છે કે-કર્મબંધને નાશ કરવા માટે જીવે પરિજ્ઞાને આશ્રય અવશ્ય લે જોઈએ. એ ઉપદેશ આપે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૫