________________
ટીકાથ–ઘાતિ-કર્મરૂપી શત્રુઓના સમૂહને નાશ કર્યાના અનન્તર અનુપમ કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે લક્ષમીથી જે વિરાજમાન છે તેને વીર કહે છે. જેમ કેઈ રાજા, ચતુરંગ એનાથી યુક્ત (ચાર પ્રકારની સેના સહિત) શત્રુઓને હરાવીને પ્રાપ્ત કરેલું રાજ્ય અને વિજયરૂપ લક્ષમીથી સુશોભિત બની “વીર' કહેવાય છે, અથવા–રાગ-દ્વેષ આદિ આન્તરિક મહાયોદ્ધાઓને રોકવાવાળાને “વીર' કહે છે. અથવા ભવ્ય જીવેને વિશેષરૂપથી મુક્તિની તરફ પ્રેરિત કરવાવાળા “વીર’ કહેવાય છે. અથવા વિશેષરૂપથી જ્ઞાનાચાર આદિની તરફ ભવ્ય અને પ્રેરિત કરવાવાળા “વ” કહેવાય છે. એવા વીર તીર્થકર અને ગણધર આદિ છે, તે વીએ
અગ્નિના સ્વરૂપને અથવા અગ્નિશસ્ત્ર અને અશઅને જ્ઞાનદષ્ટિથી જોયાં છે. અર્થથી તીર્થકરેએ જોયાં છે. અને તેમનાં વચને અનુસાર ગણધરે એ જોયાં છે.
તેમણે શું કરીને જોયાં છે? આ શંકાને ઉત્તર એ છે પરીષહ અને ઉપસર્ગોને તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય નામના ચાર ઘાતિયા કમેને જીતીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે જોયાં છે.
તે જોવાવાળા કેવા પ્રકારના હતા? તેને ઉત્તર-સમ્યફપ્રકારે, અત્યન્ત કરુણાપૂર્વક સમિતિ આદિના પાલન કરવાવાળા, અર્થાત્ સમસ્ત ષકાયની રક્ષામાં તેઓ તત્પર હતા. યતના બે પ્રકારની છે--અમરની યતના અને અપ્રમત્તની યતના પ્રમત્તની યતના કેવી હોય છે ? તેને ઉત્તર એ છે કે –કષાય આદિના નિગ્રહ કરવાવાળા પુરૂષ, ઈર્યો આદિમાં જે ઉપગ રાખે છે તે પ્રમત્તની યતના છે. અપ્રમત્તની યતના કષાયરહિત વચનેથી થાય છે. અહિં અપ્રમત્ત શબ્દથી ઇન્દ્રિય આદિ પ્રમાદેને ત્યાગ લેવો જોઈએ. યતના શબ્દથી અહિં જીવમાત્રની યાતનાનું ગ્રહણ કરવું જોઈએ. એ માટે સર્વદા ચરણ સીતેરી અને કરણસીતેરીમાં અતિચારરહિત યતના કરવાવાળા તથા હમેશાં વિષય-કષાય આદિ પ્રમાદથી રહિત વીર પુરુષોએ અગ્નિકાયના સ્વરૂપને તથા તેના શસ્ત્ર અને શિસ્ત્રને જોયાં છે.
શંકા–અગ્નિ શસ્ત્ર એ શું છે?
સમાધાન–અગ્નિની વિરાધના કરવાવાળું શસ્ત્ર તે અગ્નિશસ્ત્ર કહેવાય છે. તેનું સ્વરૂપ કેવું છે? તે આ પ્રમાણે સમજેદ્રવ્ય અને ભાવના ભેદથી અગ્નિશસ્ત્ર બે પ્રકારનાં છે. તેમાંથી દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે સ્વકાયશસ પરકાયશસ્ત્ર, અને ઉભયકાયશસ્ત્ર. અગ્નિકાયનું સ્વકાયશસ્ત્ર અગ્નિજ છે. જેમ તણખાની અગ્નિ, પાંદડાંની અગ્નિનું શસ્ત્ર છે. ધૂળ અને પાછું આદિ અગ્નિકાયનું પરકાયશસ્ત્ર છે. લીલી વનસ્પતિ પણ પરકાયશસ્ત્ર છે. અને ત્રસ પ્રાણી પણ પરકાયશસ્ત્ર છે. તુષ અને છાણુ આદિથી મળેલી અગ્નિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૨૨